News of Friday, 18th April 2025
તરઘડીના ચાના યુનિટમાંસ્ત્રીવેશે ઘુસી ૭ લાખની ચોરીમાં મોરબીનો રીઢો તસ્કર રાજકોટમાં ઝડપાયો
મોરબી, વાંકાનેર, ગોંડલની ચાર ચોરીઓમાં સંડોવણી : ભક્તિનગરના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ ગોહિલની ટીમે ઢેબર રોડ ફાટકેથી દબોચ્યોઃ ક્રિપાલસિંહ ગોહિલ, મહાવીરસિંહ ચુડાસમાની બાતમી

રાજકોટ તા. ૧૮: પડધરીના તરઘડીમાં આવેલા ઉમિયા ચાના પેકિંગ યુનિટમાંસ્ત્રીના વેશે ઘુસીને તસ્કર રૂા. ૭ લાખની રોકડ સાથેની નાની તિજોરી ઉઠાવી ગયો હતો. ભેદ ઉકેલવા રૂરલ પોલીસ કામે લાગી હતી. એ દરમિયાન આ ગુનો રાજકોટ ભક્તિનગર પોલીસની ટીમે ઉકેલી મુળ મોરબીના રીઢા તસ્કર અંકિત મહાદેવભાઇ વિકાણી (ઉ.વ.૨૪)ને રોકડ સાથે દબોચી લઇ પડધરી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. પોતાની ઓળખ ન થઇ શકે તે માટે અંકિતેસ્ત્રીનો વેશ ધારણ કર્યો હતો અને રેકી કર્યા બાદ કારખાનામાં ત્રાટક્યો હતો. મસમોટી રકમ લઇ તે બીજા રાજ્યમાં ભાગી જાય એ પહેલા દબોચી લેવાયો હતો. તરઘડી ગામે આવેલા ઉમિયા ટી પ્રા. લી.ના પેકિંગ યુનિટમાં ૭ લાખની રોકડ સાથેની નાની તિજોરીની ચોરી થઇ જતાં પડધરી પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી કેમેરા ચેક કરતાં તસ્કરસ્ત્રી વેશ ધારણ કરી અંદર ઘુસ્યાનું જણાયું હતું. આ ગુનો રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફના કોન્સ. ક્રિપાલસિંહ ગોહિલ અને મહાવીરસિંહ ચુડાસમાની બાતમી પરથી ઉકેલાઇ ગયો છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બંનેને બાતમી મળી હતી કે એક શખ્સ ઢેબર રોડ રાજકમલ ફાટક પાસેથી બાઇક પર નાની તિજોરી રાખીને નીકળી રહ્યો છે અને તેમાં ચોરીનો માલ છે. આ માહિતી પરથી વોચ રાખી આ શખ્સને જીજે૧૩બીએ-૧૨૭૮ નંબરના બાઇક સાથે પકડી લેવાયો હતો. તિજોરી ચેક કરતાં અંદરથી ૭ લાખની રોકડ મળી આવી હતી.
પોલીસે આકરી પુછતાછ કરતાં આ શખ્સે પોતાનું નામ અંકિત વિકાણી હોવાનું અને મોરબી લીલાપર રોડ પર આવાસ યોજના ક્વાર્ટર બી-૧૪માં રહેતો હોવાનું અને આ રોકડ સાથેની તિજોરીની ચોરી તેણે બે દિવસ પહેલા તરઘડી પાસે ઉમિયા ચાના યુનિટમાંથી કરી હાોવનું કબુલતાં પોલીસે તેને અટકાયતમાં લઇ ૭ લાખની રોકડ, તિજોરી, તેને તોડવા માટેનું ડિસમીસ, વાંદરી પાનુ, મોઢે બાંધવાનું કાળુ માસ્ક, બાઇક સહિત કબ્જે કરી પડધરી પોલીસને સોંપ્યો હતો. આ અંગે યુનિટના માલીક રમણિકભાઈ વાલજીભાઈ સાણદીયા (રહે. સાંઈનગર સોસાયટી, જગન્નાથ ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ)એ ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતાંસ્ત્રીવેશ ધારણ કરેલો એક શખ્સ બુકાની બાંધી રાત્રે ૧૨.૧૫ વાગ્યે પ્રવેશ કરતો દેખાયો હતો. જે કોશની મદદથી કબાટમાં ફીટ કરેલી તિજોરી કાઢી લઈ ગયો હતો.
અંકિત અગાઉ મોરબીના માળીયા મિંયાણા, સીટી એ-ડિવીઝન, વાંકાનેર સીટી અને ગોંડલ સીટીના ચોરીઓના ગુનામાં સંડોવાયો હતો. તે ચાના યુનિટ ખાતે રેકી કર્યા બાદ ત્રાટક્યો હતો અને મોટી રકમ મળી ગઇ હતી. કદાચ તે રાજ્ય છોડીને ભાગી જવાની પેરવીમાં હતો. એ પહેલા ટોટલ મુદ્દામાલ સાથે પકડી લેવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, હેડકોન્સ. કિશનભાઇ પાંભર, પ્રભાતભાઇ મૈયડ, નરેન્દ્રભાઇ ગઢવી, હિરેનભાઇ ચાવડા, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. હરવિજયસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ગોહિલ, મહાવીરસિંહ ચુડાસમા, સ્નેહભાઇ ભાદરકા, રાજદિપસિંહ જાડેજા, કરણ કોઠીવાલ, નિખીલ પીરોજીયા, પ્રકાશ મકવાણા સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૮)
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
