<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ખેતી બેંક્ના ચેરમેન ડોલરભાઈ કોટેચાની મુલાકાતે સહકાર ભારતીના નેશનલ પ્રેસિડન્ટ ઉદયજી જોષી, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડીરેકટર સતીશજી મરાઠે સહિતના આગેવાનો

જુનાગઢ:: ખેતી બેંક્ના ચેરમેન ડોલરભાઈ કોટેચાના આમંત્રણને સ્વિકારી સહકાર ભારતીના નેશનલ પ્રેસિડન્ટ ઉદયજી જોષી, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડીરેકટર સતીશજી મરાઠે, ગુજરાત પ્રદેશના પ્રાંત અધ્યક્ષ મહેશભાઈ પટેલ, રાષ્ટ્રિય સંગઠન મંત્રી સંજયજી પંચપોર તથા ક્ષેત્રીય સંગઠન પ્રમુખશ્રી જીવનભાઈ ગોલે બેંક્ની શુભેચ્છા મુલાકાતે આવેલ.આ પ્રસંગે પધારેલ મહાનુભાવોનું બેંક્ના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ ભાવભર્યુ સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરી સન્માન કરેલ અને બેંક્ની શુભેચ્છા મુલાકાત લેવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:18 PM IST)