News of Friday, 18th April 2025
અદાણી સાંઘી સિમેન્ટમાં કાયમી કર્મીઓને એકાએક હંગામી કરી દેવાતા હડતાલ : બે જણાની તબિયત લથડી : જુઓ વિડિયો
દેખાવ કરતા કર્મીઓને જમીન કંપનીની હોવાનું કહી મંડપ હટાવી પોલીસની મદદ લઈ ખસેડી લેવાતા ધોમ ધખતા તાપમાં કામદારો હેરાન

( વિનોદ ગાલા દ્વારા)ભૂજ, તા.૧૮: અદાણી સાંઘી સિમેન્ટ સામે કામદારોની હડતાલ શરૂ થઈ છે કચ્છના અબડાસા તા.માં આવેલ સાંઘી સિમેન્ટ કંપની જે અદાણી ગ્રુપ દ્વારા ટેક ઓવર કરાયેલ છે તેમાં કાયમી કર્મીઓને એકાએક હંગામી કરી દેવાયાનો આક્ષેપ કરી ૩૦૦ જેટલા કર્મીઓ બે દિવસથી હડતાલ ઉપર ઉતરી દેખાવો કરી રહ્યા છે.
સ્થાનિક લોકોને ટકાઉ રોજગારી આપવાના બદલે હંગામી કરી રોજગારી ઉપર લટકતું જોખમ ઊભું કરવાના કંપનીના નિર્ણયથી લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. દરમ્યાન આજે દેખાવ કરતા કર્મીઓને જમીન કંપનીની હોવાનું કહી મંડપ હટાવી પોલીસની મદદ લઈ ખસેડી લેવાતા ધોમ ધખતા તાપમાં કરાઈ રહેલા દેખાવ દરમ્યાન બે જણાની તબિયત લથડી હોવાનું જાણવા મળે છે. (૯.ર૬)
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
