News of Friday, 18th April 2025
મુન્દ્રાના ખેડૂતો ટ્રાન્સમિશન લાઇન સામે મેદાનમાં : ટ્રેક્ટર રેલી યોજી ઉગ્ર વિરોધ : જુઓ વિડિયો
ખેતીના વિનાશની ભીતિથી ખેડૂતો લાલઘૂમ : નવીનાળ ટ્રાન્સમિશન કંપનીના સર્વેનો વિરોધ : વૈકલ્પિક માર્ગ શોધી ગ્રીન બેલ્ટ બચાવવા તંત્રને આહ્વાન

મુન્દ્રા (કચ્છ): મુન્દ્રા તાલુકાના ખેડૂતોએ તેમની ખેતી માટે જોખમરૂપ બની શકે તેવી ટ્રાન્સમિશન લાઇન સામે ટ્રેક્ટર રેલી યોજીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. નવીનાળ ટ્રાન્સમિશન કંપની દ્વારા ચાલી રહેલા સર્વેનો વિરોધ કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, સૂચિત ટ્રાન્સમિશન લાઇન આ વિસ્તારની ખેતીનો સંપૂર્ણ નાશ કરી દેશે. ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અગાઉથી જ આ વિસ્તારમાંથી ૯ ભારે વીજ લાઇનો પસાર થઈ રહી છે, જેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતોએ તંત્ર સમક્ષ ખેતી અને ખેડૂત પરિવારોની રોજગારી બચાવવા માટે નવી ટ્રાન્સમિશન લાઇન માટે અન્ય વૈકલ્પિક માર્ગ શોધવા અને ગ્રીન બેલ્ટની સુરક્ષા જાળવવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. (વિનોદ ગાલા, અકિલા, કચ્છ દ્વારા અહેવાલ)
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
