News of Friday, 18th April 2025
'પ્રોહિબુટલેગર' જીગ્નેશ ઉર્ફે જીગો ખીચડા ઉપર પાસાનું શસ્ત્ર ઉગમતા જામનગર જિલ્લા પોલીસ વડા
પ્રોહીબીશન ગુન્હા-૧૨ શરીર સબંધી ગુન્હા-૨ કુલ ગુન્હા-૧૪ નોંધાયેલ: સાબરમતી જેલમાં મોકલાયો

જામનગર : પોલીસ મહાનિરિક્ષક.અશોકકુમાર (IPS) રાજકોટ વિભાગ-રાજકોટનાઓએ જામનગર જીલ્લામાં પ્રોહીબુટલેગર્સ, જાણીતા જુગારી તથા અસામાજીક શખ્શો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય,જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.વી.એમ.લગારીયા નાઓને સૂચના કરેલ,જે અન્વયે શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલકીયા દ્રારા પાસા,દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઠક્કર (IAS) નાઓ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટનાઓએ નીચે જણાવેલ શખ્શનું પાસા વોરંટ ઇસ્યુ કરતા, જે પાસા વોરંટની બજવણી પોલીસ સબ ઇન્સ.સી.એમ.કાંટેલીયા નાઓ તથા શરદભાઇ પરમાર, હીરેનભાઈ વરણવા, સુરેશભાઈ માલકીયા નાઓએ કરી, જેલમાં મોકલી આપવા તજવીજ કરેલ છે.
જીગ્નેશભાઇ ઉર્ફે જીગો વિનોદભાઈ ખીચડા (ઉ.વ.૨૮ )(રહે.દિ-પ્લોટ-૫૪ વિશ્રામવાડી ચોક પાસે જામનગર) સામે પ્રોહીબીશન ગુન્હા-૧૨ શરીર સબંધી ગુન્હા-૨ કુલ ગુન્હા-૧૪ નોંધાયેલ છે તેને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ મોકલ્યો છે
ઉપરોકત કામગીરી એલ.સી.બી. પો.ઇન્સ.. વી.એમ.લગારીયા નાઓ તથા પો.સબ ઇન્સ સી.એમ.કાંટેલીયા તથા પો.સબ.ઇન્સ.પી.એન.મોરી તથા એલ.સી.બી સ્ટાફના હીરેનભાઇ વરણવા, શરદભાઈ પરમાર, સુરેશભાઇ માલકીયા, ક્રિપાલસિંહ જાડેજા, સુમીતભાઇ શીયાર, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ,, નાનજીભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, ધનશ્યામભાઈ ડેરવાડીયા, મયુદીનભાઇ સૈયદ, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ એન.જાડેજા, ભરતભાઇ ડાંગર, દયારામ ત્રિવેદી, ધમેન્દ્રસિંહ જાડેજા તથા બિજલભાઇ બાલસરા દ્રારા કરવામા આવેલ
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
