<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

અમરેલીના ધારીના આંબરડી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં ભીષણ આગ: 200 વિઘાથી વધુ વિસ્તારને આગની ઝપેટમાં

આંબરડી સફારી પાર્કથી માત્ર એક કિલોમીટર દૂર આગ ભભૂકી:આ વિસ્તારમાંમાં સિંહોનું મુખ્ય નિવાસસ્થાન :આગને કારણે વન્યપ્રાણીઓમાં ભયનો માહોલ સર્જાયો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વિસ્તાર સિંહોનું મુખ્ય નિવાસસ્થાન છે. આગે 200 વિઘાથી વધુ વિસ્તારને પોતાની ચપેટમાં લીધો છે..

આગની ગંભીરતા વધારે એ છે કે આ સ્થળ આંબરડી સફારી પાર્કથી માત્ર એક કિલોમીટર દૂર છે. વિસ્તારમાં સિંહોના અનેક જૂથો વસવાટ કરે છે. આગને કારણે વન્યપ્રાણીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

ધારી ગીર પૂર્વ ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે આગ અમારા વિસ્તારથી દૂર છે, આગ લાગી છે ત્યાં વન્યપ્રાણી નથી અને સિંહો વન્યપ્રાણીને કોઈ નુકસાન નથી.

 

(7:20 PM IST)