<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

કચ્છના રાપરમાં પોલીસ સાથે આરોપીના પરિવારની ઝપાઝપી અને મહિલા પોલીસની છેડતી

રીઢા ગુનેગારો સામે કાર્યવાહીના સરકારના આદેશો બાદ રાપરમાં બનેલ બનાવે સર્જી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છના રાપરમાં ધાડના આરોપી હરેશ નામોરી રાઠોડને પકડવા માટે તેના ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે આરોપીનાં પરિવારજનોએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરી એકસંપ થઈને PSI ની વરદીનો કોલર પકડીને ઝપાઝપી કરી હતી અને રેડમાં સામેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલની છેડતી કરી હતી. PSI પી.એલ. ફણેજાએ આરોપીના પરિવારના ૯ સભ્ય સામે ફરિયાદ નોંધાવી છે. જોકે સામે પક્ષે આરોપી પરિવારે પણ પોલીસ ઉપર આક્ષેપો કર્યા હતા. ઘર્ષણ બાદ પોલીસ આરોપીને ઝડપવામાં સફળ રહી હતી.


 

(10:02 PM IST)