તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
પોરબંદરમાં વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદો સાંભળવા આવતીકાલે લોકદરબાર
જિલ્લા પોલીસવડા ભગીરથસિંહના માર્ગદર્શન હેઠળ આયોજન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૧: વ્યાજ ખોરી અંગેના દુષણને ડામવા તેમજ વ્યાજ ખોરો વિરુદ્ધની રાજ્ય સરકાર તેમજ પોરબંદર જિલ્લા પોલીસનીઝુંબેશ હેઠળ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદશન હેઠળ તા.૨૨.૪ ના રોજ ૧૧ વાગ્યે લોકદરબારનું આયોજન કરેલ છે.
સરકારશ્રી દ્રારા નિયત કરેલ નાણા ધીરધાર કરતા અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન વગર વ્યાજે નાણા આપનાર ઈસમો સરકારશ્રી દ્વારા નિયત કરેલ ધારા ધોરણ કરતા ઊંચા વ્યાજે રૂપિયા આપતા ઈસમો વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા કે ધાક ધમકીઓ આપતા ઈસમો તેમજ વ્યાજે આપેલ રૂપિયાના બદલામાં જંગમ કે સ્થાવર મિલકત પચાવી પાડનાર કે મિલકત પચાવી પાડવાના પ્રયાસો કરનાર ઈસમો ની ફરિયાદો સાંભળવામાં આવશે.
વ્યાજ ખોરીના પ્રશ્નો સબંધેની રજુઆત સબંધે રજુઆત કરવા અપીલ અંગેનો મેસેજ પોરબંદર જીલ્લાના દરેક નાગરિકો સુધી પહોંચાડવા યાદીમાં જણાવવાયું છે. (૩.૪)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
