<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

જસદણ કોંગ્રેસે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ વધારા બાબતે આવેદન આપ્‍યું

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૨૧: શહેર કોંગ્રેસના પ્રમુખ ધીરુભાઈ મોહનભાઈ છાયાણી સહિતના લોકોએ ડેપ્‍યુટી કલેક્‍ટર મારફત મુખ્‍યમંત્રી સહિતના લોકોને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્‍યા મુજબ હાલમાં ગેસ, પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારો થયેલ છે તે લોકોને પીડા આપનારો છે આ ભાવ વધારો પાછો ખેંચીને ઙ્કજાને રાહત આપવાની માગણી કરવામાં આવી છે. ગુજરાતની આજુબાજુના રાજ્‍યોમાં ગેસ સિલિન્‍ડર જે ભાવે પ્રજાજનોને આપવામાં આવે છે તે ભાવે ગુજરાતના પ્રજાજનોને ગેસ સિલિન્‍ડર આપવો જોઈએ. પરંતુ ગુજરાતમાં ગેસ સિલિન્‍ડર નીચા ભાવે કેમ આપવામાં આવતો નથી. ગુજરાતની પ્રજા હંમેશા ભાજપ સરકારની સાથે હોય છે. તો ગુજરાતની પ્રજા અને મતદારોને શા માટે મોંઘવારીનો ડામ આપવામાં આવે છે. ગુજરાતના મતદારોએ ભાજપને મત આપીને કાયમી મોંઘવારીનો ડામ સહન કરવાનો છે તો ગુજરાતના લોકોએ શું ભાજપને મત આપીને ગુનો કરેલ છે. ગુજરાતની બાજુના  સરહદી રાજ્‍ય રાજસ્‍થાનમાં ગેસ સિલિન્‍ડર માત્ર ૪૫૦ રૂપિયાના ભાવે આપવામાં આવે છે ત્‍યાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ૪૫૦ રૂપિયાના ભાવે સિલિન્‍ડર મળે અને પ્રજાજનોને અને મતદારોને મોંઘવારીમાં રાહત મળે તે જરૂરી છે. પેટ્રોલ ડીઝલ ગેસમાં ભાવ વધારો પાછો ખેંચવા અંતમાં માગણી કરવામાં આવી છે.(૬.૪)

(10:20 AM IST)