તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
કચ્છમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરવાની પેરવી કરતો બિહારી શખ્સ ઝડપાયો
બીએસએફે સમીર અંસારીને ઝડપી પોલીસને હવાલે કર્યોઃ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ર૧: આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ બાલાસર પોલીસ મથક હેઠળના બેલા મૌઆણા ખડીર કુડા લોદરાણી સહિત ના રણ વિસ્તારમાં થી અવારનવાર શંકાસ્પદ હાલતમાં રખડતા શખ્સો પકડાયા ના બનાવો બન્યા છે ત્યારે વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સરહદ નજીક જીરો લાઇન પર આવેલા પીલર નંબર ૯૯૨ પાસે થી આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલી બીએસએફ ની ઝઝામ બીઓપી પાસે થી સરહદ પાર કરવાની પેરવી કરી રહેલા બિહારના સમીર સમશેર અંસારી મહમદ મુસ્લિમ શખ્સ રે. દામોદરપુર મુજફફરનગર બિહાર ને બીએસએફ ના જવાનો દ્વારા ઝડપી લીધો હતો આ શખ્સ તા.૧૭/૪/૨૦૨૫ ના રોજ પંખેરાપીર લોદરાણી ખાતે આવ્યો હતો જ્યાંથી ૩૫ કીલો મીટર દુર રણ વાટે જીરો પોઇન્ટ ખાતે પહોંચી ગયો હતો અને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ વાળ દ્વારા સરહદ પાર કરવાની પેરવી દરમિયાન બીએસએફ ના હાથે ઝડપાઇ ગયો હતો આ અંગે બીએસએફ દ્વારા બાલાસર પોલીસ ને સોંપવામાં આવ્યો હતો અને આ શંકાસ્પદ શખ્સની તપાસ દરમ્યાન આધાર કાર્ડ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી વધુ પુછપરછ બાલાસર ના ઈન્ચાર્જ પી.આઈ એમ. એન. દવે તથા એસઓજી તથા સુરક્ષા એજન્સીઓ અને આઇબી દ્વારા કરવામાં આવી હતી વધુ તપાસ બાલાસર પીઆઈ એમ.એન. દવે ચલાવી રહ્યા છે. (તસવીરઃ મુકેશ રાજગોર-રાપર)(૬.૩)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
