તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
જસદણના સાણથલીમાં આખલાએ હડફેટે લેતા મોત

(હસમુખ વસાણી દ્વારા) સાણથલીઃ તા. ર૧, જસદણ સાણથલી ગામના આટકોટ રોડ ઉપર આવેલ જયગોપાલ સર્વિસ સ્ટેશન સામે દોલતપરા ગામથી સાણથલી આવતા ઉકાભાઇ મનજીભાઇ ડાભી ઉ.વ. પપ ગત તા. ૧ર/૪/ર૦રપ ના રોજ સાંજે ૬:૩૦ વાગે આસપાસ પોતાનું મોટર સાઇકલ GJO3ND 2371 લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે ખુટીયો આડો ઉતરતા ઉકાભાઇ ડાભીને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાણથલી ગામમાં અનેક જગ્યાએ ખુટિયાઓનો ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાની લેખિત અને મોખિક અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
