News of Monday, 21st April 2025
ભર ઉનાળે વહેલી સવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળવર્ષા
જો કે બપોરના સમયે મહત્તમ તાપમાનમાં સતત વધારોઃ સવારે અચાનક વાતાવરણ પલ્ટાયુ

રાજકોટના મવડી વિસ્તારમાં છવાયેલ જોરદાર ઝાકળવર્ષા તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા ઉનાળા વચ્ચે આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને જોરદાર ઝાકળવર્ષા થઇ હતી. જેના કારણે વાહન વ્યવહારમાં અસર પડી હતી.
આજે વહેલી સવારે પ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી ર કલાક ઝાકળવર્ષા છવાતા આહલાદક વાતાવરણનો અહેસાસ થઇ રહ્યો હતો.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાયે દિવસથી લોકો આકરા તાપ અને ગરમીમાં અકળાઈ રહ્યા છે. બપોર વચ્ચે શહેરમાં ટ્રાફિકથી ભરચક્ક રહેતા વિસ્તારોમાં પણ ચહેલપહેલ ઓછી થઈ જાય છે. પક્ષી અને જીવસળષ્ટિ પણ છાંયડો શોધીને શાંતિથી એક જગ્યાએ બેસી રહેવામાં જ ભલું માને છે. આગામી દિવસોમાં પણ રાજકોટ શહેરમાં હવામાન ગરમ અને સુકું રહેશે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
કાલે રાજકોટ બાદ સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર ૪૧ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. અમરેલીમાં ૪૦.૯ તેમજ સુરેન્દ્રનગરમાં ૪૦.ર્૮ં ડીગ્રી તાપમાન રહ્યું હતું.
રાજકોટ શહેરમાં આકરી ગરમીને કારણે સવારની શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સવારે ૧૧-૩૦ વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓને શાળાએથી છોડી મુકવાનો આદેશ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરફથી કરવામાં આવ્યો છે. શહેરમાં એક તરફ રોડ ખોદી નાંખવામાં આવતા ધુળની સમસ્યા વકરી છે. બીજી તરફ વાતાવરણમાં આવતા પરિવર્તન અને પ્રિમોન્સુન એક્ટિવિટીની અસર હેઠળ શહેરમાં ધુળની ડમરી અને વંટોળ ઉડવા લાગતા હવાનું પ્રદુષણ તેમજ લોકોની પરેશાની વધી છે.
બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા, ઓખા, દમણ, મહુવા વગેરે પંથકમાં મહત્તમ તાપમાન ૩૨થી ૩૬ ડિગ્રી આસપાસ કેન્દ્રીત થયું હતું. રાજકોટ શહેરમાં ઉનાળાની ગરમીથી બચવા લોકો છાશ, શેરડીનો રસ તેમજ અન્ય ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. જીવદયા પ્રેમીઓ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા અને ચણ નાંખી તેમને રાહત પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૪, મહત્તમ તાપમાન ૩૪, ભેજનું પ્રમાણ ૮પ ટકા, પવનની ગતિ ૧૦.૪, કિ. મી. રહી હતી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
