News of Monday, 21st April 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ પર આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત
જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ વિશ્વ વિદ્યાલયના ૨૯માં દીક્ષાંત સમારોહમા ઉપસ્થિતિ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ વિશ્વ વિદ્યાલયના ૨૯માં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે જામનગર એરપોર્ટ પર રાજ્યપાલશ્રીનું આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમના સ્વાગતમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર ડી.કે.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
