તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
વાંકાનેરમાં પૂજારા પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં ભાવિકો જોડાયા
સાંજે કથા સ્થળે બ્રહમચોર્યાસીઃ વિવિધ પ્રસંગો ઉજવાશે

વાંકાનેર તા.૨૧: મુળ મહીકા નિવાસી હાલ વાંકાનેરને જેને કર્મભુમી બનાવી છે તેવા પ્રખર ગોભકત પરિવાર તરીકે જાણીતા ગોૈ.વા. જાદવજીભાઇ પોપટભાઇ પુજાર પીરવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું રૂડુ આયોજન અત્રે સીટી સ્ટેશન રોડ પર આવેલ મહાવીર જીનના વિશાળ ગ્રાઉન્ડ પર તૈયાર કરેલ ''વૃંદાવન ધામ'' ખાતે તા. ૨૧-૪ ને તા. ૨૭-૪ ને રવિવાર (સાત દિવસ કરવામાં આવેલુ છે.
કથા પ્રારંભે વાંકાનેરમાં દરબાર ગઢ પાસે આવેલ શ્રીગોવર્ધનનાથનું તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતેથી વૈદીક મંત્રોચાર સાથે ભવ્યતિભવ્ય પોથીયાત્રા નો પ્રારંભ થયો હતો. આ પોથીયાત્રામાં વાંકાનેર લોહાણા સમાજ, બ્રહ્મસમાજ, સાધુ સમાજ,મહીલામંડળ, ધુન મંડળો, સેવાકીય પ્રવૃતિ તરીકે જાણીતુ વાંકાનેરનું જીનપરા કનૈયા ગ્રૂપનો કાફલો આ અદ્ભુત પોથીયાત્રામાં હોશે-હોશે ઉત્સાહ સાથે રાસ-ગરબાની રમઝટ સાથે જોડાયા હતા. હવેલીખાતેથી પ્રસ્થાન થયેલ પોથીયાત્રા શહેરના રાજમાર્ગે ફરી કથા સ્થળ ''વૃંદાવન ધામ'' ખાતે પહોચેલ હતી.
સતત ચાર કલાક ચાલેલ પોથીયાત્રાનું વિવિધ સમાજ દ્વારા ઠેર-ઠેર સ્વાગત તથા પુષ્પવર્ષા થઇ રહી હોવાનું જોવા મળી રહયુ હતું. આ તકે કથા પ્રારંભના પ્રથમ દિવસે જ શહેર/તાલુકાભરમાં વસવાટ કરતા સમસ્ત બ્રહ્મસમાજ તથા સમસ્ત સાધુ સમાજ માટે કથા સ્થળ ''વૃંદાવન ધામ'' (મહાવીર જીન) ખાતે સાંજે ૭/૩૦ કલાક થી એક બ્રહ્મચોર્યાસીનું રૂડુ આયોજન કરવામાં પણ આવેલું છે. ઉપરોકત બંને સમાજના ભાઇઓ-બહેનોને સહપરિવાર સાથે કથા સ્થળે મહાપ્રસાદ તથા જ્ઞાતિ સંગાના દર્શનનો લાભ લેવા યજમાનશ્રી ગોૈ.વા. જાદવભાઇ પોપટભાઇ પુજારા પરિવાર દ્વારા અંતરથી આમંત્રણ પાઠવેલ છે.
આ ઉપરાંત સાતય દિવસ એટલે કે તા.૨૧/૪ થી ૨૭/૪ દરમ્યન ''વૃંદાવન ધામ'' ખાતે સવારે ૯/૩૦ થી ૧૨/૩૦ તથા સાંજે ૪ થી ૭ દરમ્યાન કથાનું અમૃત પાન કરવા સમગ્ર વાંકાનેરની ધર્મપ્રેમી જાહેર જનતાને ઉપરોકત પરિવાર દ્વારા જાહેર આમંત્રણ સાથે યાદી આપતા જણાવેલ છે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
