તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
રાજયમાં છ દિવસ સુધી રહેશે ફરી ગરમીનું સામ્રાજ્ય
આ દિવસો દરમ્યાન બે થી ત્રણ ડીગ્રી તાપમાન ક્રમશઃ વધતુ જશે તેવી આગાહી હવામાન વિભાગ કરે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૧ : જમ્મુ કાશ્મીર સ્થિત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાંથી પસાર થઇ હવે પૂર્વોતર રાજયો તરફ સરકી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા છ દિવસ માટે ગુજરાતમાં ગરમીના નવા રાઉન્ડની આગાહી કરી છે. જેમાં જણાવાયું છે. આગામી છ દિવસ દરમ્યાન તાપમાનમાં ક્રમશઃ બે થી ત્રણ ડીગ્રીનો વધારો જોવા મળશે.
સ્કાયમેટના વીપી મહેશ પલાવત હાલના ડબલ્યુડીના આગળ વધવાને પગલે પવનોની દિશામાં બદલાવને પગલે આંશિક તાપમાન ઘટવાનું જણાવે છે પણ પછી આઇએમડીની ફોરકાસ્ટ મુજબ ગુજરાતમાં તાપમાન વધવાનું જણાવે છે. મૌસમ તક વેધર ચેનલના એનાલીસિસ્ટ દેવેન્દ્ર ત્રિપાઠી, ડબલ્યુ ડી. પસાર થવા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ઉત્તરના પવનો વહેતા થશે તેવું જણાવી વધુમાં કહે છે કે, સુરજની ગરમીના ઉષ્ણ પ્રભાવથી દિવસની ગરમી તો ગુજરાતમાં યથાવત જ રહેશે પણ રાત્રિના ઉત્તરના પવનોને કારણે ગરમીથી રાહત રૂપ વાતાવરણ રહેશે.
નવું ડબલ્યુ ડી ફરી કાશ્મિર પર દસ્તક દેશે ત્યારે ફરી ઉત્તર પશ્ચિમના ગરમ પવનોથી ગુજરાતમાં હિટવેવ કે સિવિયર હિટવેવની સંભાવના નકારી શકાતી નથી.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
