<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

જામકંડોરણા તાલુકાનાં દડવી ગામે સોનાનાં બુટીયાની લૂટનાં ચકચારી ખૂન કેસમાં આરોપી દંપતીનો નિર્દોષ છુટકારો

 

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી  વર્ષ-૨૦૨૨ ની સાયમાં જામકંડોરણા તાલુકાનાં ગામ દડવીનાં પાદરમાં આવેલ અવાવરૂ કુવામાંથી એક અજાણી મહીલાની કોહવાય ગયેલ જીવાત પડી ગયેલી લાશ મળતા દડવી ગામનાં રસીકભાઈ ચૌહાણએ રાજકોટ રહેતા હરીયાદી ભરતભાઈને ફોન કરી જાણ કરેલ કે તમારી માતા નાગલબેન કયાં છે ? જેથી ફરીયાદી ભરતભાઈએ રસીકભાઈને જણાવેલ કે મારી માતા દડવી ગામે જ છે અને જો દડવી નહી હોય તો મારા બહેનનાં ઘરે હશે અને ફરીયાદીએ તેના બીજા ભાઈ બહેનોને ત્યાં તપાસ કરી રસીકભાઈને જણાવેલ મારી માતા નાગલબેન ત્યાં નથી. જેથી રસીકભાઈએ ફરીયાદી ભરતભાઈને જણાવેલ કે પોલીસવાળા આપણાં ગામનાં કુવામાંથી મળેલ એક અજાણી મહીલાની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ છે. જેથી ફરીયાદી ભરતભાઈ તથા તેનાં બીજા ભાઈઓ રાજકોટ રહેતા હોય સિવિલ હોસ્પિટલમાં જઈ તેની માતા નાગલબેન વિશે તપાસ કરતા પી.એમ. રૂમમાં મરણ જનારની લાશ પડેલ હોય તે ફરીયાદીની માતા નાગલબેન હોય અને નાગલબેનની લાશમાં કાનનાં સોનાનાં બુટીયા ન હોય અને મરણ જનારનાં ચશ્મા તેમજ મોબાઈલ મળી આવેલ ના હોય અને શરીરે ઓઢણુ ઓઢેલ ના હોય તેવી અકસ્માત નોંધ નંબરઃ૭/૨૦૨૨ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ અને ત્યાર બાદ પોલીસે તપાસ કરતા મરણ જનારનાં મોબાઈલમાં આરોપી ચંદુભાઈએ પોતાનું સીમ કાર્ડ ચડાવતા ગુન્હો ડીટેકટ થયેલ અને આરોપી ચંદુભાઈ મકવાણા અને તેની પત્નિ હંસાબેન મકવાણાએ સોનાનાં બુટીયા લુટવાનાં ઈરાદે મરણ જનાર નાગલબેનને પોતાનાં ઘરે બોલાવી ગળેટુપો આપી ખૂન કરી નાખેલ હોય અને સોનાનાં બુટીયા તથા મોબાઈલ લૂટી લીધેલ અને પુરાવાનો નાસ કરવા નાગલબેનની લાશને ગામનાં પાદરમાં આવેલ અવાવરુ કુવામાં નાંખી દીધેલ હોય, તે મલતબની ફરીયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ તાઃ ૩૦/૦૪/૨૦૨૨નાં રોજ નોંધવેલ.

ફરીયાદ નોંધાયા બાદ પોલીસે મરણ જનારનો મોબાઈલ કબ્જે કરેલ અને ખરેડી ગામનાં સોની દેવચંદભાઈ વેલજીભાઈ એન્ડ સન્સ પાસેથી સોનાનાં બુટીયા કબ્જે કરેલ અને નિવેદનો નોંધી

જામકંડોરણા પોલીસે ધોરાજી સેશન્સ કોર્ટમાં આરોપી દંપતિ હંસાબેન અને ચંદુભાઈ મકવાણા વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ. બાદમાં ધોરાજી સેશન્સ કોર્ટમાં કેશ ચાલી જતાં ફરીયાદી તથા તેનાં ભાઈ બહેનો અને સોની હરેશભાઈ, ડોકટર તથા વોડાફોન અને જીયો કંપનીનાં નોડલ ઓફીસરો તથા અન્ય સાહેદોની જુબાની થયેલ. જેમાં આરોપી દંપતિ વિરૂધ્ધ ફરીયાદ મુજબનો એક પણ પુરાવો રેકર્ડ પર આવેલ નહી. જે અંગેની તમામ દલીલો તેમજ ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ આરોપી દંપતિનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર તરફથી રજુ કરાયેલ અને દલીલોનાં અંતે ધોરાજીનાં મહેરબાન એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ. એમ. શેખ સાહેબે આરોપી દંપતિ હંસાબેન અને ચંદુભાઈ મકવાણાને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ તાઃ ૧૯/૦૪/૨૦૨૫ નાં રોજ ફરમાવેલ છે.(૩૬-૪)

આ કામમાં આરોપી દંપતિ તરફે તાલુકા કાનુની સેવા સમિતિ-ધોરાજીનાં એડવોકેટ કરી સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા.

(12:05 PM IST)