<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

સરકારના વિકાસ પ્રકલ્પોનો સરવાળો એટલે જનતાની સેવા : મનસુખભાઇ

ઉપલેટા ખાતે ૪ કરોડના ખર્ચે ઇ-ખાતમુર્હૂત : નવુ મહેસૂલ સેવા સદન - ઉપલેટા-ધોરાજીમાં નવા બસસ્સ્ટશનો બનશે

રાજકોટ, તા.૨૧:  એપ્રિલ - ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતા અને ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉપલેટા શહેર ખાતે રૂ. ૪૬૫૧.૪૪ લાખના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ જેતપુર માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ. ૬૧૨.૨૩ લાખના ખર્ચે નિર્માણ પામનારા ઉપલેટા મહેસુલ સેવા સદન તથા જૂનાગઢ એસ.ટી. ડેપો હેઠળ અંતર્ગત રૂ. ૭૮૦.૮૮ લાખના ખર્ચે બનનારા ઉપલેટા બસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું. તેમજ જૂનાગઢ એસ.ટી. ડેપો હેઠળ અંતર્ગત રૂ. ૮૦૯.૦૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા ધોરાજી બસ સ્ટેશન અને રૂ. ૨૪૪૯.૨૫ લાખના ખર્ચે ઉપલેટા - પાટણવાવ રોડ પર રિવર બ્રિજના રીકન્સ્ટ્રકશનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે આ વખતે રાજકોટ જિલ્લામાં બે દિવસના પ્રવાસ દરમિયાન અંદાજે રૂ.૫૦ કરોડથી વધુ વિકાસકામોના  શિલાન્યાસ-લોકાર્પણ થયા છે, જે દર્શાવે છે કે ઉપલેટા–ધોરાજી વિસ્તાર પ્રગતિના પંથે છે.

ગુજરાત સરકારના જન-તિનિધિઓ અને જાહેર સેવકો જનતાની સેવા માટે સમર્પિત છે. પ્રજાના વિશ્વાસને અકબંધ રાખવા સરકાર જવાબદારીપૂર્વક ફરજ નિભાવી રહી છે. સરકારના વિકાસ પ્રકલ્પોનો સરવાળો એટલે જનતાની સેવા, સુખાકારી અને સુવિધા.

આ કાર્યક્રમનો આરંભ દીપ -ાગટ્યથી કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. વી. પી. ઘેટીયા હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. -ાંત અધિકારીશ્રી એન. એમ. તરખાલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ અગ્રણીશ્રી ચંદુભાઈ ભીંભાએ આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખશ્રી વર્ષાબેન ગજેરા, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન હુંબલ, મામલતદાર એન. એચ. મહેતા, સી.આર.સી. કો–ઓર્ડીનેટર પ્રવીણભાઈ ગજેરા, અગ્રણીઓ રેખાબેન સિણોજીયા, જયેશભાઈ ત્રિવેદી સહિત અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:07 PM IST)