<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓ તથા સગા વહાલાઓને ભોજન તેમજ પૌષ્ટિક આહારનો શીરો અપાયો

 

જુનાગઢ તા.ર૧: આજે  શનિવારે સિવિલ હોસ્‍પિટલ ખાતે અમેરિકાના દાતા દિલીપભાઈ પટેલ અને રશ્‍મિબેન પટેલના સહયોગથી દર્દીઓને ખાસ કરીને ડીલેવરી આવેલ બહેનોને અને તેમના સગા વહાલાઓને ભોજન તેમજ પૌષ્ટિક આહારનો શીરો આપવામાં આવ્‍યો હતો જેમાં ગિરીશભાઈ કોટેચાની આગેવાની હેઠળ યતીનભાઈ કારિયાઅને દિપલભાઈ રૂપારેલીયા તેમજ હરિભાઈ કારિયા જનક રાઈ ટીલાવત, ભાવેશભાઈ સોની, સુરેશભાઈ સચાણીયા ની ટીમ દ્વારા સેવા કરેલ આપેલ ખાસ કરીને આ સેવામાં ગિરીશભાઈ કોટેચાના મહેમાન બોમ્‍બે થી  પધારેલા બાલીભાઈ અને અનિતાબેન ને પણ સેવાનો લાભ લીધેલ હતો.(અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)

(12:24 PM IST)