<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

જેતપુર દારૂના ગુન્‍હામાં સંડોવાયેલ મહિલા સહિત બે ને હદપાર કરાયા

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુરમાં દારૂના ગુન્‍હાઓમાં સંડોવાયેલ મહિલા સહિત  બે પોલીસે હદપાર કર્યા હતા.

શહેરમાં અસામાજિક પ્રવળત્તિ કરતા શખ્‍સો વિરુદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ, નાયબ અધિક્ષક આર એ ડોડીયાની મળેલ સૂચના અનુસાર પીઆઇ એડી પરમાર ના માર્ગદર્શન હેઠળ ટીમે ગુનેગારો ની યાદી તૈયાર કરેલ જેમાં હદપારી ની કાર્યવાહી કરવાની સૂચના મળતા ગોંદરા વિસ્‍તારમાં ઇટુ ના ભઠ્ઠા પાસે રહેતો રાજુ રાણાભાઇ પરમાર તથા સારણના પુલ પાસે રહેતી મહિલા પ્રિયાબેન અશોકભાઈ મકવાણા બંને વિરુદ્ધ દેશી દારૂના ગુનાઓ નોંધાયેલ હોય તેમને હદપાર કરવાની પ્રપોઝલ મુકતા સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ તરફથી હદપારીની મંજૂરી મળતા બંને શખ્‍સોને હદપારી ના હુકમની બજવણી કરી રાજકોટ શહેર તથા ગ્રામ્‍ય હદ વિસ્‍તાર બહાર શહેર પોલીસે મોકલી આપેલ.

(12:29 PM IST)