<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

પોરબંદરમાં પૂ.ગાંધીજીને પુષ્‍પાંલી અર્પણ કરતા ઋષિકેશભાઇ

 

પોરબંદર : આરોગ્‍ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે ે સવારે મહાત્‍મા ગાંધીજીના જન્‍મ સ્‍થળ કીર્તિ મંદિરની મુલાકાત લઇ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પી હતી. મંત્રીશ્રીએ વિઝીટ બુકમાં પણ નોંધ કરી હતી. મંત્રીશ્રીએ કીર્તિ મંદિર પરિસરમાં પ્રવાસીઓ માટે ઉપલબ્‍ધ સવલતોની પણ માહિતી મેળવી હતી. કલેકટર શ્રી એસ.ડી ધાનાણીએ મંત્રીશ્રીનું સ્‍વાગત કર્યું હતું. આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઇએ કીર્તિમંદિરે પૂ. ગાંધીજીને પુષ્‍પાજંલી તથા આરોગ્‍ય મંત્રીનું કલેકટર દ્વારા સ્‍વાગતની તસવીરો.(તસવીર - પરેશ પારેખ : પોરબંદર)

(1:29 PM IST)