<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

સૌરાષ્‍ટ્રના પોરબંદર સહીતના લોકોને સારવાર માટે અમદાવાદ જવુ ન પડે તેવી વ્‍યવસ્‍થા : ઋષિકેશભાઇ પટેલ

 

પોરબંદર માં પપ૦ કરોડના ખર્ચે નિર્માણ થઇ ર૦ મી મેડીકલ કોલેજના બાંધકામનું નિરીક્ષણ અને ભાવસિંહજી સરકારી હોસ્‍પીટલની મુલાકાત લેતા આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૧: પોરબંદર સહિત સૌરાષ્‍ટ્રના લોકોને સારવાર માટે અમદાવાદ સુધી આવવું ન પડે તે પ્રકારની વ્‍યવસ્‍થાઓ સૌરાષ્‍ટ્રમાં ઊભી કરવામાં આવી રહી છે તેમ આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે પોરબંદરમાં રૂ ૫૫૦ કરોડના ખર્ચ નિર્માણાધિન જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્‍ટેલમાં બાંધકામનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને સ્‍થાનિક પ્રશાસનના અધિકારીઓ સાથે આરોગ્‍ય મંત્રીશ્રીએ બેઠક આરોગ્‍ય સવલતોની માહિતી મેળવીને જણાવ્‍યું હતું.

આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે પોરબંદર ખાતે ભાવસિંહજી સિવિલ હોસ્‍પિટલ અને ૫૫૦ કરોડના ખર્ચે નિર્માણાધિન જીએમઈઆરએસ મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્‍ય વિભાગના અધિકારીઓ અને સ્‍થાનિક પ્રસાશન સાથે રીવ્‍યુ મિટિંગ કરી હતી.

આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઇએ ભાવસિંહજી હોસ્‍પિટલ ખાતે  જનરલ મેડિસિન વિભાગ, ઓપીડી, ઈમરજન્‍સી વિભાગ ,ડિસ્‍પેન્‍સરી રૂમ, બાળકોના વોર્ડ, પીએમજેએવાય ઓફિસ સહિતના વોર્ડની મુલાકાત લીધી હતી. દર્દીઓ સાથે તેમણે સંવાદ કરીને મળતી સારવારને લગતી જાણકારી મેળવી હતી.

મંત્રી ઋષિકેશભાઇએ એ જીએમઈ આરએસ મેડિકલ કોલેજ ખાતે મેડિકલ હોસ્‍ટેલની મુલાકાત લીધી હતી બાંધકામનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. તેમજ મેડિકલ હોસ્‍ટેલમાં વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો  અને તેમના પ્રતિભાવો મેળવ્‍યા હતા. ત્‍યારબાદ આરોગ્‍ય મંત્રીશ્રીએ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્‍ય વિભાગના અધિકારી સાથે રીવ્‍યુ મિટિંગ કરી હતી. જિલ્લામાં આરોગ્‍યની સવલતો, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર,આરોગ્‍ય સ્‍ટાફ, સારવાર અને આરોગ્‍ય કામગિરીની સહિતની બાબતે ઝીણવટભરી માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. અને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ જણાવ્‍યું હતું. કે,  પોરબંદરમાં હૃદય રોગ અને કેન્‍સરની શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સુવિધા મંજુર કરવામાં આવી છે અને પોરબંદર સહિત સૌરાષ્‍ટ્રના લોકોને સારવાર માટે અમદાવાદ સુધી આવવું ન પડે તે પ્રકારની વ્‍યવસ્‍થાઓ સૌરાષ્‍ટ્રમાં ઊભી કરવામાં આવી રહી છે.

તેઓએ કહ્યું કે ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મીટીંગ કરી પોરબંદરમાં મંજુર થયેલા પ્રોજેક્‍ટ સમયસર પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્‍યું હતું.

મેડિકલ કોલેજ ખાતે મેડિકલ કોલેજ ની વ્‍યવસ્‍થાઓ અંગે ડીન શ્રી સુશીલ કુમારે, સિવિલ હોસ્‍પિટલ અંગે સુપ્રિટેન્‍ડન્‍ટ ડો.ગૌરવ ભંભાણી, જિલ્લા પંચાયત આરોગ્‍ય વ્‍યવસ્‍થાની માહિતી સી ડી એચ ઓ શ્રી ડી.બી. મહેતાએ આપી હતી.

પોરબંદર ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા,પૂર્વ  કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા, કમિશ્રર ઓફ હેલ્‍થ (શહેરી) શ્રી હર્ષદ પટેલ,કમિ‘ર ઓફ હેલ્‍થ રૂરલ અને પ્‍ઝ(ફણ્‍પ્‍) શ્રી ડો.રતન કુવર એચ.ગઢવી ચારણ, જીએમઈઆરએસના સીઈઓ શ્રી મનીષ રામાવત, જિલ્લા કલેકટર શ્રી એસ. ડી. ધાનાણી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી,  પરિવાર કલ્‍યાણ આરોગ્‍ય વિભાગના અધિક નિયામક ડો.નયન જાની,શ્રી દિક્ષિત,પીઆઈયુના ચીફ એન્‍જિનિયર શ્રી પી એમ ચૌધરી, અગ્રણી સર્વશ્રી રામદેવભાઈ મોઢવાડિયા, સાગર મોદી, અશોકભાઈ મોઢા , સરજુભાઈ કારીયા સહિતનાં આરોગ્‍ય વિભાગના અધિકારીશ્રીઓ ઋષિકેશભાઇની મુલાકાત સમયે ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:31 PM IST)