<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક : 20 કિલોના રૂ. 800 થી રૂ. 2200 સુધી નોંધાયો

કેરીના 10 કિલોના ભાવ 1100 રૂપિયા સુધી બોલાયા : આજે 378 ક્વિન્ટલ કેરીનું વેચાણ થયું : કેરીની આવક ધીમે ધીમે વધી

જુનાગઢ : જૂનાગઢ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં કેરીની આવક શરૂ થઈ ગઈ છે. આજે યાર્ડમાં કેરીનો ભાવ 20 કિલોના રૂ. 800 થી રૂ. 2200 સુધી નોંધાયો હતો. એટલે કે કેરીના 10 કિલોના ભાવ જોઇએ તો 1100 રૂપિયા સુધી બોલાયા છે. આજે 378 ક્વિન્ટલ કેરીનું વેચાણ થયું હતું. હાલમાં કેરીની આવક ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે.

(4:29 PM IST)