<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

જૂનાગઢ પોલીસ દ્વારા સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઠ શખ્શો વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ દાખલ

ઉદય દવે, વિપુલ સુત્રેજા અને અજય કોડિયાતરની ધરપકડ : ધીરેન કારિયા, સમીર કોડિયાતર, ભાવેશ બંધીયા, કિરીટ છેલાણા અને ભુપત કોડિયાતર હજુ ફરાર

જૂનાગઢ પોલીસ દ્વારા સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં  8 શખ્સ વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પૈકી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.  ઉદય દવે, વિપુલ સુત્રેજા અને અજય કોડિયાતરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ધીરેન કારિયા, સમીર કોડિયાતર, ભાવેશ બંધીયા, કિરીટ છેલાણા અને ભુપત કોડિયાતર હજુ ફરાર છે.

 છેલ્લા 10 વર્ષમાં તમામે યેન કેન સાથે મળી વિવિધ ગુન્હાઓ આચર્યા હોવા અંગે કાર્યવાહી કરાઈ છે. જેમાં લૂંટ, ખૂન, મારામારી સહીતના વિવિધ ગુન્હાઓ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે.

(6:25 PM IST)