તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
લીંબડી જૈન દેરાસર પાસે ધોળા દિવસે જ્વેલર્સમાં ચલાવાઈ લૂંટ સોનાના દાગીનારોકડ રકમની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર
મિલન જવેલર્સ નામની દુકાનમાં અંદાજે 3 અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને સોની વેપારીને મારમારી લૂંટ ચલાવી

સુરેન્દ્રનગરના લીંબડી જૈન દેરાસર પાસે આવેલ જ્વેલર્સની દુકાનમાં ધોળે દહાડે લૂંટના બનાવથી ચકચાર મચી જવા પામી છે. મિલન જવેલર્સ નામની દુકાનમાં અંદાજે 3 અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને સોની વેપારીને મારમારી લૂંટ ચલાવી હતી. સોનાના દાગીના સહિત રોકડ રકમની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાસી છુટયા હતા. ઈજાગ્રસ્ત સોની વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
