<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

મચ્છુ-2 ડેમના દરવાજા બદલવા તૈયારી :બુધવારે બે દરવાજા બે ફૂટ ખોલીને જળજથ્થો છોડાશે: 29 ગામોને એલર્ટ કરાયા .

મચ્છુ -2 ડેમના 33 દરવાજા એકી સાથે બદલવાનું કામ શરૂ: મોરબી તાલુકાના 20 અને માળીયા તાલુકાના 9 ગામોને એલર્ટ

મોરબીના મચ્છુ-2 ડેમના જૂના દરવાજાઓને બદલવાનું કામ ચાલી રહ્યું છે. બુધવારે બપોરે 4 વાગ્યે ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવશે. સિંચાઈ વિભાગે મોરબી તાલુકાના 20 અને માળીયા તાલુકાના 9 ગામોને એલર્ટ કર્યા છે.

વર્ષ 2024માં સરકારે મચ્છુ-2 ડેમના 38 પૈકી 5 દરવાજા બદલ્યા હતા. હવે બાકીના 33 દરવાજા એકી સાથે બદલવાનું કામ શરૂ થયું છે. આ કામગીરી 1 જૂન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 

36 વર્ષ બાદ આ ડેમના દરવાજા બદલવાનું કામ હાથ ધરાયું છે. તંત્રએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે યોગ્ય આયોજન કર્યું છે. ચોમાસામાં વરસાદ શરૂ થતાં જ ડેમમાં ફરીથી પાણીનો સંગ્રહ કરવામાં આવશે.

 

(10:46 PM IST)