<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

ધોરાજી પોલીસનો નવતર પ્રયોગ: વ્યાજના ચક્રમાં ફસાઈ જવાની બદલે પોલીસ સ્ટેશન દ્વારા 11 જેટલી બેંકોના અધિકારીઓને બોલાવી લોકો માટે લોન મેળો યોજ્યો

વ્યાજના ચક્રમાં અનેક ગરીબ પરિવારો ફસાઈ ગયા છે ત્યારે ધોરાજીમાં 11 જેટલી સરકારી અને સહકારી બેન્કોનો લોન મેળો યોજી ગરીબોને ખરા અર્થમાં મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પોલીસનો નવતર પ્રયોગ કર્યો હતો  વ્યાજના ચક્રમાં ફસાઈ જવાની બદલે ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા 11 જેટલી બેંકોના અધિકારીઓને બોલાવીને ગરીબ લોકોને લોન મળી રહે તે હેતુથી લોન મેળો યોજી ગરીબો માટે મદદરૂપ પોલીસ બની હતી
ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે એસપી સિમરન ભારદ્વાજ ના અધ્યક્ષ સ્થાને એક નવતર પ્રયોગ ગરીબો માટે કરીને લોન મેળાનો આયોજન કરવામાં આવ્યું હતું આ લોન મેળામાં રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી ક્ષેત્રની 11 જેટલી બેંકોએ હાજરી આપીને અંદાજે 250 થી વધારે ગરીબ પરિવારોને મદદરૂપ થવા માટે જેમ બને એમ ઝડપી લોન આપવાની તૈયારી બતાવી હતી
ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ તેમજ પીએસઆઇ પ્રતિક ગોહિલ એ અંદાજે અઢીસો જેટલા વેપારીઓ તેમજ ગરીબ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જણાવેલ કે રાજ્યના ડી.જી.પી.   વિકાસ સહાય સાહેબ, ગુજરાત રાજ્ય, તથા પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ , રાજકોટ રેન્જ,રાજકોટ તથા પોલીસ અધિક્ષક  હિમકરસિંહ , રાજકોટ ગ્રામ્ય એ લોકો વ્યાજના વિષચક્રમાંથી બચીને રહે તે માટે લોકોને સરળતાથી લોન મળી રહે તેના માટે લોન મેળાનુ આયોજન કરવા સુચવા આપેલ હોય જે અન્વયે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સિમરન ભારદ્રાજ , ધોરાજી વિભાગનાઓની અધ્યક્ષતામાં ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જ.ગોધમ નાઓ દ્રારા ૧૧ બેન્કો તથા મંડળીઓના મેનેજર તથા પ્રતીનિધીઓ એક સાથે જગ્યાપર થી સરળતાથી લોન મળી રહે અને લોકો વ્યાજંકવાદના ચક્રમાંથી મુક્ત થાય તે આશયથી લોન મેળાનુ આયોજન કરેલ હતું તેમજ ધોરાજી સીટીના વિસ્તારના આશરે ૨૫૦ જેટલા નાગરીકોએ મોટી સંખ્યામાં લોન મેળામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવેલ હતો તેમજ ધોરાજી સીટી પો.ઈન્સ.આર.જ.ગોધમનાઓએ લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે સાયબર જાગ્રુતી કેળવાય તે માટે અમુક સુચનો આપી લોકોને માહિતગાર કર્યા અને અલગ-અલગ બેંકોના પ્રતીનિધિઓએ લોકોને કેવી રીતે! કેટલા ટકાના વ્યાજદરે! લોકોને ઓછા સમયમાં સરળતાથી લોન મળી રહે તે અંગે સમજ કરેલી આ લોન મેળા દરમ્યાન અલગ-અલગ બેંકો પાસે ૨૬ જેટલા અરજદારઓ એ લોન માટેની એપ્લીકેશન આપતા બેંકોએ લોન અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એસ.પી સિમરન ભારદ્વાજ એ જણાવેલ કે
  હાલમાં સાયબર બ્લડમાં અનેક ગરીબ પરિવારો ફસાઈ ગયા છે ત્યારે ગુજરાત પોલીસ વડા દ્વારા ગરીબોને મદદરૂપ થવા માટે બેંકોની મદદ લઈને લોન મેળો યોજોવા સુચના મળતા ધોરાજીમાં 11 જેટલી સરકારી અને સહકારી બેન્કોનો લોન મેળો યોજી ગરીબોને ખરા અર્થમાં મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.
આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી ચુનીભાઈ સંભવાણી લછુભાઈ સોનૈયા જેરામભાઈ પારવાણી લઘુમતી મોરચાના હમીદભાઈ ગોડીલ ભરતભાઈ બગડા ચિરાગભાઈ વોરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
લોન મેળામાં ભાગ લેનાર બેંકો  સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા એકિક્સ બેંક, બેન્ક ઓફ બરોડા.એચ.ડી.એફ.સી બેંક, આઈ.સી.આઈ.સી બેંક. બેંક ઓફ ઈન્ડીયા , કોટક મહિન્દ્રા બેંક .રાજકોટ નાગરીક બેન્ક, યુકો બેંક .IIFL ફાયનાન્સ બેંક
  મુથુટ ફિન. કોર્પ. લિમીટેડ. વિગેરે બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કઈ પ્રકારે લોન મળે છે તે પણ માહિતી આપી હતી અને જેમને લોન જોઈતી હોય તે તેમના આધાર પુરાવા લઈને બેંક ખાતે આવે તો આમાં પોલીસ ની મદદ દ્વારા લોન આપીશું તેવી ખાતરી આપી હતી

 

(11:03 PM IST)