તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
ભુજ રાજકોટ વોલ્વો બસે આદિપુરમાં સર્જેલા અકસ્માતમાં વધુ બે મોત સાથે મૃત્યુ આંક ત્રણ
એક ઇજાગ્રસ્તનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત, જોકે, નાસી છૂટનાર ડ્રાઈવર ઝડપાયા બાદ જામીન ઉપર છૂટી ગયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૨: ગત ૧૬/૪ ના ભુજથી રાજકોટ જતી એસટીની વોલ્વો બસે સર્જેલા પ્રાણઘાતક અકસ્માતમાં મળત્યુ આંક ત્રણ થયો છે. અકસ્માત સમયે બસે એક્ટિવાને હડફેટે લેતા કોલેજથી પરત ફરી રહેલ રીતુ લક્ષ્મીનારાયણ સાધુ પલ્લી નામની યુવતીનું મોત થયું હતું. જ્યારે તેની સાથે પાછળ બેઠેલી યુવતી અંકિતા ભરત ઝીલરિયાને ગંભીર ઇજાઓ થઈ હતી. તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બેકાબૂ બસ ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને ત્યાં બાઈક ચાલક સમીર ત્રાયા ને હડફેટે લીધો હતો. આ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આમ મળત્યુ આંક ત્રણ થયો છે. મળતી વિગતો મુજબ અકસ્માત સમયે નાસી છૂટેલા બસ ડ્રાઇવરની પોલીસે અટક કર્યા બાદ તે જામીન ઉપર છૂટી ગયો છે.(૬.૧૦)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
