News of Tuesday, 22nd April 2025
પ્રેમ પ્રકરણમાં યુવતીનું નામ લખી સ્ટેટ્સ ઉપર ફોટો રાખી યુવાને ગળે ફાંસો ખાધો

(વિનોદ ગાલા દ્વારા ભુજ તા. રર :.. પ્રેમ પ્રકરણ અને બેવફાઈના કિસ્સાઓમાં જીવ લેવા અને જાતે જીવ દઈ દેવાના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે. કચ્છના કંડલામાં પ્રેમિકાનું બુકમાં નામ લખી વ્હોટ્સ એપ ઉપર સ્ટેટ્સ રાખી ૨૦ વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. પોલીસે કંડલા મધ્યે ખાનગી કંપનીની ટગમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરનાર સૂરજકુમાર ક્રિષ્ના રાયની આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (પ-૧૦)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
