<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોમધખતો તાપ

મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે જતા કાળઝાળ ગરમી

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા લોકોને આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે.

બપોરે અહસ્‍ય ઉકળાટથી બચવા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

પોરબંદર

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર :.. આખો દિવસ બફારો અને ગરમી રહે છે. અરબી સમુદ્રમાં ભેજ જોવા મળે છે. સૂર્યોદય થતા સૂર્ય તાપ આકરો લાગે છે. ૩૩.૬ મહત્તમ રર.પ લઘુતમ સવારનું તાપમાન રપ.૮ ભેજ ૮પ ટકા, પવન ૧ર કિ. મી. સૂર્યોદય ૬.ર૬, સૂર્યાસ્‍ત ૭.૧૩.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૪, મહત્તમ તાપમાન ૩૮.પ, ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની ગતિ ૬.૬ કિ. મી. રહી હતી. (પ-૧ર)

(11:10 AM IST)