<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

કોડીનાર ખરીદ - વેચાણ સંઘ દ્વારા કોડીનાર યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઈ

૧૧૩૦ રૂપિયા ચણાના ટેકાના ભાવ જાહેર કરાયા છેઃ ખુલ્લી બજાર કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૨: ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાય, સરકાર દ્વારા ખરીદી શરૂ થતાં કોડીનાર ખાતે ૨૦ જેટલા ખેડૂતો ચણા લઈ વેચવા આવ્‍યા માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.

ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા કોડીનાર ખરીદ વેચાણ સંઘ દ્વારા કોડીનાર નગર પાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના હસ્‍તે ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૧૩૦ રૂપિયા ચણાના ટેકાના ભાવ જાહેર કરાયા છે.ખુલ્લી બજારમાં રૂપિયા ૧૦૬૦/- સુધી પ્રતિ મણ ચણાનો ભાવ ચાલી રહ્યો છે જેની સામે સરકાર દ્વારા ૭૦ રૂપિયા વધુ ચુકવવામાં આવી રહ્યા છે. આજે ૨૦ ખેડૂતોના ચણા વહેંચાણ માટે આવ્‍યા છે. ખેડૂતોને બજાર કરતા ટેકાના ભાવ વધુ મળી રહ્યા છે.ખરીદ વેચાણ સંઘ ના ઙ્કમુખ દિલીપ મોરીએ જણાવ્‍યું હતું કે કોડીનાર તાલુકા માં ૧૦૩૦ ચણા અને રાયડો ૬૦૯ ખેડૂતોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે જ્‍યારે ગીર સોમનાથ જિલ્લામાં ૧૩૩૦૭ ખેડૂતોએ ચણા માટે જ્‍યારે ૩૭૭૭ ખેડૂતોએ રાયડાનું રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું જ્‍યારે કોડીનાર સાથે વેરાવળ, સુત્રાપાડા અને ઉનામા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે જ્‍યારે બારદાનના પ્રશ્‍નોના કારણે આ તાલુકાઓમાં રાયડાની ખરીદી શરૂ થઈ નથી જે આગામી દિવસોમાં બારદાન આવ્‍યા. બાદ શરૂ થશે. કોડીનાર સેન્‍ટરની ખરીદી શરૂઆતના કાર્યક્રમમાં  તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ મોરી, સહકારી આગેવાનો ભગુભાઈ પરમાર,માનસિંગભાઈ ચૌહાણ તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર સહિત તાલુકાના સહકારી આગેવાનો અને ભાજપના હોદેદારો અને ખેડૂતો હાજર રહ્યા હતા

(11:49 AM IST)