<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

લીંબડીમાં ધોળા દિવસે જ્‍વેલર્સની દુકાનમાં લૂંટ

 

 

વઢવાણ, તા., રરઃ ગુનાખોરી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. તેવામાં લીંબડીમાં ધોળા દિવસે જ્‍વેલર્સની દુકાનમાં દિનદહાડે લૂંટના બનાવથી ચકચાર મચી  છે. અજાણ્‍યા શખ્‍સો દ્વારા  લૂંટ ચલાવી હતી. લીંબડી જૈન દેરાસર પાસે આવેલ  મિલન જ્‍વેલર્સ નામની દુકાનમાં ૩ જેટલા અજાણ્‍યા શખ્‍સોએ પ્રવેશ કરી સોની વેપારીને માર મારી સોનાના દાગીના સહિત રોકડ રકમની લૂંટ ચલાવી ત્‍યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસ ઘટના સ્‍થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્‍ત સોની વેપારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યો હતો.

(11:51 AM IST)