News of Tuesday, 22nd April 2025
રીબડા રેલવે સ્ટેશન નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા વૃધ્ધાનું મોત
ભકિતનગર રેલવે પોલીસ વૃધ્ધના વાલીવારસની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા.૨૨: રીબડા રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા વૃધ્ધે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
મળતી વિગત મુજબ રીબડા રેલવે સ્ટેશન નજીક ગઇકાલે આશરે ૬૦ વર્ષના અજાણ્યા વૃધ્ધે પોરબંદર-રાજકોટ રૂટની લોકલ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ભકિતનગર રેલવે પોલીસ મથકના એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ સહિતે સ્થળ પર પહોંચી વૃધ્ધના મૃતદેહને પીએમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેના વાલીવારસની શોધ ખોળ હાથ ધરી છે. તેણે રાખોડી કલરનો શર્ટ અને કાળાકલરનું પેન્ટ પહેરેલ છે. જો કોઇ આ વૃધ્ધના વાલીવારસ હોય તો રેલવે પોલીસ સ્ટેશન ફોન નં. ૬૩૫૯૬ ૨૭૭૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
