<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

જસદણ શ્રીનાથજી હવેલીમાં વલ્લભાચાર્યજી પ્રાગટય મહોત્‍સવની ધામધૂમથી ઉજવણી થશે

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા., ૨૨: જસદણ શ્રીનાથજી હવેલીમાં ગુરુવારે વલ્લભાચાર્યજી પ્રાગટય મહોત્‍સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.

સૌરાષ્‍ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજી હવેલી દ્વારા  રેવાબેન બાબુલાલ નંદલાલ પટેલ વલ્લભાચાર્યજી પ્રાગટય મહોત્‍સવ ફંડના ઉપક્રમે તા. ૨૪-૪-૨૦૨૫  ગુરુવારના રોજ શ્રી વલ્લભાચાર્યજીનો  પ્રાગટય મહોત્‍સવ  ધામધૂમથી ઉજવવામાં આવશે.  જસદણ હવેલી ખાતે પુષ્ટિ ધ્‍વજવંદન ગં. સ્‍વ. મંજુલાબેન કાંતિલાલ જસાણી (વિછીયા)ના હસ્‍તે યોજાશે. આ પ્રસંગે બપોરે ૧૧.૩૦ કલાકે બાળકો દ્વારા  વલ્લભાચાર્યજી અને સ્‍પીચ આપવામાં આવશે અને બાળકો વલ્લભાચાર્યજી બનીને પરફોર્મન્‍સ આપશે. ત્‍યાર બાદ નંદ મહોત્‍સવ, રાજભોગ દર્શન, કીર્તન, તિલક, આરતી વગેરે યોજાશે. દર્શન બાદ બપોરે આમંત્રીત વૈષ્‍ણવ ભાઈઓ બહેનો માટે મહાપ્રસાદ યોજાશે. સાંજે ૫ કલાકે હવેલીના યમુના મહિલા મંડળના બહેનો દ્વારા યમુનાષ્ટકના પાઠ તથા સર્વોતમસ્ત્રોતના પાઠ સત્‍સંગ યોજાશે.

શ્રી પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સમાજ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીનાથજી હવેલી જસદણના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્‍ટી ભરતભાઈ જનાણી, ટ્રસ્‍ટી ભરતભાઈ ધારૈયા,  ટ્રસ્‍ટી હસુભાઈ ગાંધી, ટ્રસ્‍ટી બટુકભાઈ તન્ના, ટ્રસ્‍ટી અશોકભાઈ  મહેતા, ટ્રસ્‍ટી કિશોરભાઈ ગઢવી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, ઉપપ્રમુખ કમલેશભાઈ ચોલેરા,  મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયા આમંત્રિત ટ્રસ્‍ટી મંડળના કિરીટભાઈ છાયાણી, નરેશભાઈ દરેડ, સંજયભાઈ સખીયા, રમેશભાઈ ગોલ્‍ડન ચા, ચંદુભાઈ ગોટી સહિતના હોદેદારોએ આમંત્રિતોને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા અનુરોધ કર્યો છે. (

(11:53 AM IST)