News of Tuesday, 22nd April 2025
જેતપુરમાં કારખાનાની ઓરડીમાં જુગાર રમતા ૬ પકડાયાઃ ૯.૧૪ લાખનો મુદામાલ કબ્જે
ધવલ સાવલીયા જુગાર રમાડતો'તોઃ ર.ર૪ લાખની રોકડ, કાર અને બાઇક સહિતના મુદામાલ સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨૨ : જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં કારખાનાની ઓરડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને ૯.૧૪ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરતા એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલસીબીના પો.સબ ઇન્સ. એચ.સી. ગોહીલ સાથે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલસીબીના પો.હેડ કોન્સ. રાજુભાઇ સાંબડા, દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, હરેશભાઇ પરમાર, પો.કોન્સ. મિરલભાઇ ચંદ્રવાડીયાને સંયુકત બાતમી હકિકત આધારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી ધવલ ભીખાભાઇ સાવલીયા રહે. જેતપુર બાવાવાળાપરા, વાળાના જેતપુર ધારેશ્વર વિસ્તારમાં સર્કિટ હાઉસની પાછળના ભાગે આવેલ શિવમ ફીનીશીંગ નામના કારખાનાની ઓરડીમાં જુગારના અખાડા ઉપર રેઇડ કરી જુગાર રમતા (૧) ધવલ ભીખાભાઇ સાવલીયા રહે. જેતપુર, બાવાવાળાપરા, (ર) અનિરૂધ્ધસિંહ જીતુભાઇ ચુડાસમા રહે. નવાગઢ રેલ્વે સ્ટેશન પાસે જેતપુર (૩) બબા બચુભાઇ લાલુ રહે. રબારીકા તા. જેતપુર (૪) જયેશ ઉર્ફે જગો માવજીભાઇ સખરેલીયા રહે. બાવાવાળાપરા જેતપુર (પ) રસીક ધીરૂભાઇ રામોલીયા રહે. નાના દુધીવદર તા. જામકંડોરણા તથા (૬) રાજેશ ઉર્ફે રાજુભાઇ આંબાભાઇ ડોબરીયા રહે. જેતલસર ગામ તા. જેતપુરને રોકડા રૂપીયા ર,ર૪,૦૦૦, ફોર વહીલ ક્રેટા કાર નંગ ૧ કિ. રૂા. પ,૦૦,૦૦૦, મોટર સાયકલ નંગ-૪ જેની કિં. રૂા. ૧,૩૦,૦૦૦ તથા મોબાઇલ નંગ ૬ કિંમત રૂા. ૬૦,પ૦૦ મળી કુલ કિ. ૯,૧૪,પ૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
આ કાર્યવાહી માં રૂરલ ક્રાઇમ બ્રાંચનાએએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અનિલભાઇ બળકોદીયા, પો.હેડ કોન્સ. શકિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, કૌશીકભાઇ જોશી, પો.કોન્સ. મિરલભાઇ ચંદ્રવાડીયા, ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા. અબ્દુલભાઇ શેખ જોડાયા હતા.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
