<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો; ૧૮૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત

એલોપથી, રોગોમાં કામચલાઉ રાહત આપે છે, જ્‍યારે આયુર્વેદ શરીરની કાયાકલ્‍પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છેઃ આચાર્ય દેવવ્રતજી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.૨ર, રાજ્‍યપાલ   આચાર્ય દેવવ્રતજી ની પ્રેરક ઉપસ્‍થિતમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગળહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્‍લોમા, પી.જી.ડીપ્‍લોમા, બેચલર ડીગ્રી, માસ્‍ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી ૧૮૪૧ વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્‍યકિતત્‍વને ડોકટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે અભ્‍યાસમાં ઉચ્‍ચ ગુણાંક પ્રાપ્‍ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્‍યા હતા.

એલોપેથી તેમજ રસાયણોથી બનેલી દવાઓ રોગો તથા દર્દોમાં કામચલાઉ રાહત આપે છે, જ્‍યારે આયુર્વેદની અનુપમ વિદ્યા સંપૂર્ણ શરીરની કાયાકલ્‍પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે. આજે ભેળસેળયુક્‍ત ખોરાક, અવ્‍યવસ્‍થિત જીવનશૈલી તેમજ આહાર વિહારના દુરૂપયોગને કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બન્‍યું છે. ત્‍યારે, આયુર્વેદે આપેલા સંયમ અને ચિકિત્‍સા પદ્ધતિ આપણને રોગોમાંથી કાયમી મુક્‍ત કરી સ્‍વસ્‍થ જીવન આપી શકે છે તેમ જણાવી આયુર્વેદના પંચકર્મ અને ચિકિત્‍સા પદ્ધતિ થકી મેળવેલ સ્‍વસ્‍થતા વિશેના પોતાના અનુભવો રાજ્‍યપાલશ્રીએ વર્ણવ્‍યા હતા.

આ તકે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ તથા ઉચ્‍ચ અને તકનીકી શિક્ષા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આયુર્વેદને ગ્‍લોબલ બનાવવાના પ્રયાસોને કારણે વિશ્વના અનેક દેશોએ આયુર્વેદની સ્‍વીકળતિ કરી છે. શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્‍ટ ચિત્રકૂટ, મધ્‍યપ્રદેશ સાથે આયુર્વેદને જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોઘન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા હતા. આ એમ.ઓ.યુ. આયુર્વેદ અને અન્‍ય વિદ્યાશાખાઓના સંયોજનથી સમાજ ઉત્‍કર્ષ અને માનવવિકાસના નૂતન દ્વાર ખુલશે.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખમેયબેન ગરસર, ધારાસભ્‍યો સર્વ ી દિવ્‍યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, અગ્રણી  બીનાબેન કોઠારી, આયુષ નિયામક  વૈદ્યશ્રી જયેશ પરમાર, જામનગર જિલ્લા કલેક્‍ટર કેતન ઠક્કર, મ્‍યુનિસિપલ કમિશ્‍નરી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી  વિકલ્‍પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય નરેશભાઈ જૈન, કુલસચિવ  ડો.અશોક ચાવડા, ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવ મયંક સોની, આઈ.ટી.આર.એના નિયામક તનુજા નેસરી, સિનિયર પ્રોફેસરશ્રી અનુપ ઇન્‍દોર્ય, અગ્રણીઓ , પ્રોફેસરો તેમજ મોટી સંખ્‍યામાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:15 PM IST)