તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
જામનગરમાં પૂ.સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫ મી પૂણ્યતિથીની દિવ્ય ઉજવણી
‘‘છોટી કાશી'' રામનામમાં તરબોળઃ દિવ્ય અને વિશાળ સંર્ક્તિન યાત્રાનું નગરભ્રમણઃ તળાવની પાળ પર બાલા હનુમાન મંદિરેથી સંકિર્તન યાત્રાના પ્રસ્થાન સમયે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ અને ટ્રસ્ટીઓ-રાજકીય આગેવાનો- પદાધિકારીઓ-કોર્પોરેટરો, ધાર્મિક-સામાજીક-વેપારી અગ્રણીઓની ઉપસ્થિતીઃ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.રરઃ ‘‘ છોટી કાશી'' જામનગરના વિશ્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર ખાતે નામનિષ્ઠ સંત પૂ.પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫ મી પૂણ્યતિથિના દિવ્ય અવસરની ભકિતભાવ સાથે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતે ગુરૂપૂજન-ધ્વજારોહણ અને બપોરે મહાપ્રસાદમાં હજજારો લોકોએ ભાગ લીધો હતો. સાંજે બાલા હનુમાન મંદિર ખાતેથી હરિનામ સંતિન યાત્રાનો પ્રારંભ થયો હતો. આ વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરીને રાત્રે બાલા હનુમાન મંદિર ખાતે વિરામ પામી હતી.
જામનગરમાં તળાવની પાળ પર ૬૧ વર્ષની અવિરત ચાલતા રામ નામ જાપના યજ્ઞના કારણે બાલા હનુમાન મંદિરને ‘‘ગીનીઝ બુક ઓફ રેકોર્ડ'' માં બે વખત સ્થાન સાંપડયું છે. આ વિશ્વ વિખ્યાત ધર્મસ્થાનમાં અખંડ રામધુનના પ્રણેતા પૂ.સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫ મી પૂણ્યતિથિ ચૈત્ર વદ-૫ (તા.૧૮-૦૪-૨૦૨૫) ના હોવાથી જામનગરના આંગણે દિવ્ય ધર્મોત્સવનું આયોજન શ્રી બાલા હનુમાન સંર્કિતન મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.
આ ધર્મોત્સવમાં જોડાવવા માટે હાલાર સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત બિહાર અને મુંબઈના અનેક સ્થાનો પરથી ભાવિકો અને પ્રેમ પરિવારના સભ્યો હજજારોની સંખ્યામાં જામનગરના મહેમાન થયા હતાં. આ ઉપરાંત ઉજવણી માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, મંત્રી વિનુભાઈ તન્ના, ખજાનચી રવિન્દ્રભાઈ જોષી, ટ્રસ્ટીઓ કનુભાઈ કોટક, કિરીટભાઈ ભદ્રા, ઉદયસિંહ વાઢેર, પાર્થભાઈ પંડયા તેમજ મંદિર સેવકગણના ભાઈ-બહેનો અને જુદા-જુદા જ્ઞાતિ સમાજના કાર્યકરો વ્યવસ્થામાં જોડાયા હતાં.
તળાવની પાળ પર બાલા હનુમાન મંદિર ખાતે ગત શુક્રવારે સવારે મંગલા આરતી પછી મંદિર પાસેના વિશાળ સમ્યાણામાં પુ.સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો સાથે ધ્વજાજી પૂજન કરીને મંદિર શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના જીલ્લા સમાહર્તા કેતનભાઈ ઠકકર, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, ટ્રસ્ટીઓ કીરીટભાઈ ભદ્રા, ઉદયસિંહ વાઢેર, પાર્થભાઈ પંડયા અને પ્રેમ પરિવારના ભક્તો જોડાયા હતાં.
સાત રસ્તા પાસે કોમર્સ કોલેજના મેદાન પર બપોરે મહાપ્રસાદના કાર્યક્રમો હજજારોની સંખ્યામાં ભકતજનો-મહેમાનોએ લાભ લીધો હતો.
આ ઉત્સવના ચરણમાં સાંજે પાંચ વાગ્યે બાલા હનુમાન મંદિર પરથી વિશાળ નગર સંતિન યાત્રાનો પ્રારંભ થયો હતો. પૂ.સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના મુખારવિંદ સાથેના રથમાં પૂજન માટે જામનગર - દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને ભાવિકો અને વિશાળ જનસમુદાય ઉમંગભેર જોડાયા હતાં.
આ નગર સંર્કિતન યાત્રા હવાઈચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, સજુબા ગર્લ્સ હાઈસ્કુલ, પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે સ્થાનિક આગેવાનો-નગરજનોએ-વેપારી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાત્રામાં જોડાયેલ ભાવિકોને માટે સરબત-છાશ-પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નગર સંર્કિતન યાત્રા રાત્રે બાલા હનુમાન વિરામ પામી હતી. આ ધાર્મિક ઉત્સવમાં શહેર ભાજપ અધ્યક્ષ બિનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, તેમજ અચણી ઉધોગપતિ અશોકભાઈ લાલ, જામનગર ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, સમસ્ત હાલાર લોહાણા સમાજના માનદ્દમંત્રી રમેશભાઈ દત્તાણી, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી (સાબુવાળા), ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ડાયરેકટરો પ્રવિણસિંહ ઝાલા, જીવણભાઈ કુંભારવડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, આપ જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી, મુકેશભાઈ દાસાણી, હતેનભાઈ ભટ્ટ, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ તેમજ મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઈ વ્યાસ (મહાદેવ) સહિત કોર્પોરેટરો, ભાજપ-કોંગ્રેસ-આપના સંગઠનના હોદેદારો,ધાર્મિક-સામાજીક-વેપારી સંસ્થાના અગ્રણીઓ, વિવિધ જ્ઞાતિના હોદેદારશ્રીઓ અને પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનીક મીડીયા પત્રકારશ્રીઓ અને શહેરના ભકતજનો ખુબ જ મોટી સંખ્યામાં પધારેલ હતાં.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
