તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
જેતપુર પાલિકા પ્રમુખ ઉસદડિયા પરિવાર દ્વારા ખોડલધામ ધ્વજારોહણ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૨: જેતપુર નવાગઢ નગરપાલિકા ના પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદળિયા પરિવાર દ્વારા સુપ્રસિદ્ધ કાગવડ ખોડલધામ ખાતે ધ્વજારોહણ કરાયું હતું.
મેનાબેન એ પાલિકામાં પ્રમુખ પદ સંભાળ્યા બાદ કાગવડ ખાતે આવેલ ખોડીયાર માતાજીનું મંદિર ખોડલધામમાં ધ્વજા ચડાવવાનો કાર્યક્રમ યોજેલ. સવારે ધજાજીની પૂજન વિધિ બાદ શોભાયાત્રા કાઢવામાં આવેલ બાદ પ્રસાદનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં યજમાન રાજેશભાઈ ઉસદડીયા ના આમંત્રણ ને માન આપી ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ડાઇંગ એસોસિએશન ના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા સહિતના આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લીધા હતા
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
