<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

‘જય માં ઉમિયા'ના નાદ સાથે ઉમાધામ (ગાંઠીલા)માં ૧૭માં પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી

સામાજિક સંમેલનમાં સમાજ શ્રેષ્ઠીઓ દાતાઓનું કરાયું સન્‍માન : ૨૧ કુંડી યજ્ઞ, સર્વરોગ નિદાનકેમ્‍પ,રકતદાન કેમ્‍પ યોજાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૨: લાખો કડવા પાટીદારોના આસ્‍થા સમાન વંથલીના ઓઝત નદીના કિનારે  ઉમાધામ (ગાંઠીલા) ઉમિયા માતાજી મંદિરે ૧૭ માં પાટોત્‍સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી 

વહેલી સવારે ૮ કલાકે ૨૧ કુંડી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્‍યું હતું તેમજ ઉમાધામ આરોગ્‍ય સમિતિના  ડો.દિપકભાઈ ભલાણીના માર્ગદર્શન તેમજ નોબેલ આર્યુવેદિક યુનિવર્સીટીના સહકાર  તેમની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્‍પ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, ડાયાબિટીસ, હિમોગ્‍લોબીન ચેકઅપ નો મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો તેમજ વ્‍યસન મુક્‍તિ પ્રદર્શન  અંતર્ગત યોજાયેલ  કેન્‍સર સ્‍કેનિંગ મશીન વેલ્‍સકોપ થી ફ્રી નિદાન કરવામાં આવ્‍યું હતું જેમાં લોકોએ મોટી સંખ્‍યામાં તપાસ કરાવી હતી આ તકે યોજાયેલ રકતદાન કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં રક્‍તદાતાઓએ રકતદાન કર્યું હતું મંદિરના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાએ સંસ્‍થા દ્વારા ચાલતા સમાજના કાર્યો અને સેવાકીય  પ્રવળત્તિઓ વિશે માહિતી આપી હતી તેમજ હાલ ટૂંક સમયમાં નિર્માણ પામનાર ભવ્‍ય ‘ઉમા અતિથિ ભવન' વિશે માહિતી આપી હતી તેમજ મંદિરમાં આદર્શલગ્ન, આર્યુવેદિક નિદાન કેમ્‍પ, આંખોના નિદાન કેમ્‍પ,રમતોત્‍સવ જેવા ચાલતા સેવાકીય કાર્યો વિશે માહિતી આપી હતી  આ તકે તેમણે અન્‍ય સમાજમાં ચાલતા સમૂહલગ્નનું ઉદાહરણ આપી  સમાજને અપીલ કરી સમૂહ લગ્ન અંગે મનોમંથન કરવા જણાવ્‍યું હતું અને સમાજનો પ્રતિભાવ હકારાત્‍મક હશે તો આગામી સમયમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું  આ તકે યોજાયેલ સામાજિક સંમેલનમાં સમાજ શ્રેષ્ઠી અને દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ રાત્રિના ‘કાઠિયાવાડી રંગત' ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકારો દ્વારા પોતાની અલૌકિક શૈલીમાં કળષ્‍ણલીલા,શિવભક્‍તિ, ઉમિયાભક્‍તિ તેમજ લોકો ગીતોની સાથે હાસ્‍યરંગ ની રંગત કાર્યક્રમને હાજર રહેલ ભાવિકોએ મન ભરીને   માણ્‍યો હતો અને કલાકારોની  કલા પર લોકો આફ્રિન પોકારી ઉઠ્‍યા હતા   સાંજે યોજાયેલ મહાપ્રસાદમાં ૧૦ હજાર જેટલા ભાવિકોએ લાભ લીધો હતો તેમજ ગરમીને ધ્‍યાને લઈ સવારથી સાંજ સુધી ભાવિકો માટે ઠંડા વરિયાળી શરબતની વ્‍યવસ્‍થા કરાઇ હતી  આ પાટોત્‍સવને સફળ બનાવવા ઉમાધામ ગાઠીલા મંદિર ટ્રસ્‍ટ, વિવિધ સમિતિના સભ્‍યો તેમજ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:37 PM IST)