<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

પોરબંદરમાં ડો. બાબા સાહેબ આંબેડકર જન્‍મ જયંતિ નિમિતે ભાજપ દ્વારા સંમેલન યોજાયુ

 

 (પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રર :.. ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્‍મ જયંતિ ના ઉજવણી ના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અનુસાર , પોરબંદર યુવા મોરચા દ્વારા સંમેલન નું આયોજન થયેલ.

 જેમાં મુખ્‍ય વક્‍તા તરીકે ,  જામનગર ના પૂર્વ ધારાસભ્‍ય  લાલજીભાઈ સોલંકી અને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્‍યક્ષ શ્રી હાર્દિકસિંહ ડોડીયા વિશેસ ઉપસ્‍થિત રહી સંમેલન માં વિશેસ માર્ગદર્શન આપવા માં આવ્‍યું.

આજરોજ આ સંમેલન માં  પોરબંદર ભાજપ ના વરિષ્ઠ આગેવાન  રાજશીભાઇ પરમાર ,  પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ખીમજીભાઈ મોતીવરસ પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ  લક્કીરાજસિંહ વાળા ની અધ્‍યક્ષતામાં યોજાયેલ સંમેલનમાં ં પાર્ટીના આગેવાનો, વિવિધ મોરચા ના હોદેદારી , યુવા કાર્યકરો મોટી સંખ્‍યા માં ઉપસ્‍થિત રહ્યા હતા ..

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી વિજયભાઈ વડુકર દ્વારા કરવામાં આવ્‍યું હતું .

સફળ બનાવવા યુવા મોરચા ના કાર્યકરો એ જેહમત ઉઠાવી હતી

(1:48 PM IST)