News of Tuesday, 22nd April 2025
મોરબીના ટીંબડી ગામ નજીક ડમ્પરે બાઇકને ઉલાળતા ગોવિંદભાઇ ઝાપડાનું મોત
ટંકારાના ખીજડીયા ચોકડીએ કાર-બાઇક અથડાતા યુવાનને ઇજા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૨ : ટીંબડી ગામ નજીક અવારનવાર અકસ્માતો સર્જાતાં રહે છે જેમાં વધુ એક અકસ્માતમાં ડમ્પરની ઠોકરે બાઇક ચાલક આધેડનું મોત થયું હતું.
મોરબીના નવી ટીંબડી ગામે રહેતા મનોજભાઇ ગોવિંદભાઇ ભરવાડ (ઉ.વ.૩૦) વાળાએ ડમ્પર જીજે ૧૩ એડબલ્યુ ૮૧૪૬ ના ડ્રાઈવર વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૨૦ ના રોજ ટીંબડી ગામ નજીકથી ફરિયાદીના પિતાજી ગોવિંદભાઇ ડાયાભાઈ જાપડા બાઇક જીજે ૩૬ એન ૫૬૭૭ લઈને જતાં હતા ત્યારે ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારી અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીના પિતા ગોવિંદભાઇને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
ટંકારાના બંગાવડી ગામના રહેવાસી જિતેન્દ્રકુમાર કરશનભાઇ પડાયા (ઉ. વ.૩૬) કાર જીજે ૩૬ એએલ ૮૧૯૧ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૦૮ એપ્રિલના રોજ ખિજડીયા ચોકડીએ શાકભાજી લેવા જતાં હોય ત્યારે રોડ ક્રોસ કરતી વખતે કાર ચાલકે ફરિયાદીના બાઇકને હડફેટે લેતા જિતેન્દ્રકુમારને પગમાં ગંભીર ઇજા કરી તેમજ શરીરે મૂઢ ઇજા કરી હતી ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
