News of Tuesday, 22nd April 2025
નેત્ર ચિકિત્સા ક્ષેત્રે ઉત્કળષ્ટ સેવાઓ બદલ ડો. બી.કે.જૈનને ડી.લિટ્ની પદવી

જામનગરઃ શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ, ચિત્રકૂટ મધ્યપ્રદેશનાં પ્રમુખ ટ્રસ્ટી અને વરિષ્ઠ નેત્ર રોગ વિશેષજ્ઞ ડો. બી.કે. જૈનને નેત્ર ચિકિત્સાનાં ક્ષેત્રમાં પાંચ દાયકા થી પણ વધુ સમયથી કરી રહેલા અસાધારણ યોગદાન અને દર્દીઓના સેવકાર્યો માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા ‘‘ડૉક્ટર ઑફ લિટરેચર (D.Litt.)"ની માનદ ડિગ્રીથી સમ્માનવામાં આવ્યા. આ વિશિષ્ટ સન્માન ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં હસ્તે આપવામાં આવ્યું હતું. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં અદ્યતન નેત્ર ચિકિત્સાની સેવાઓ પહોંચાડવા, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા તથા લાખો લોકોને દૃષ્ટિ પરત અપાવવાના તેમના કામોને આ માનદ ઉપાધિ દ્વારા માન આપવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને સદગુરુ નેત્ર ચિકિત્સાલય, ચિત્રકૂટ વચ્ચે નેત્ર ચિકિત્સા ક્ષેત્રે સંયુક્ત સંશોધન અને વિકાસ માટે મહત્વપૂર્ણ કરાર (MoU) પર હસ્તાક્ષર થયા. યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય નરેશકુમાર જૈન અને કુલસચિવ ડો. અશોક ચાવડાએ આ કરારને મંજૂરી આપી ડો. જૈનને સોંપ્યો. આ સહકારથી નેત્ર ચિકિત્સા ક્ષેત્રે સંશોધન, તાલીમ અને સેવાઓને નવી દિશા મળશે એવી અપેક્ષા છે. આ દીક્ષાંત સમારંભમાં ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, આયુષ વિભાગના નિર્દેશક ડો.જયેશભાઈ પરમાર સાથે યુનિવર્સિટીના અનેક અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ડો. જૈનને મળેલું આ સન્માન માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર દેશમાં નેત્ર ચિકિત્સા અને સમાજસેવામાં સંકળાયેલા સંસ્થાઓ માટે પ્રેરણાષાોત પણ છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
