<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

સુરેન્દ્રનગરમાં આજે દસાડાના પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી,ઋત્વિક મકવાણા અને કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર અને આગેવાનીમાં સુરેન્દ્રનગરમાં ખેડૂત મહારેલી : ભાજપ સરકાર સામે આક્રોશ

2024 દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિ થઈ હતી ખેડૂતોને હજુ પણ તેનું વળતર ચૂકવવામાં આવ્યું નથી તેમજ ખેડૂતોના જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનું સાથે ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ

સુરેન્દ્રનગર તા.૨૨ :સુરેન્દ્રનગરમાં આજે દસાડાના પૂર્વ MLA નવશાદ સોલંકી, કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર અને પૂર્વ MLA ઋત્વિક મકવાણાની આગેવાનીમાં સુરેન્દ્રનગરમાં ખેડૂત મહારેલી સુરેન્દ્રનગરમાં યોજાઈ હતી. આ પછી કલેક્ટરે આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પર હતું. આ મહારેલી કલેક્ટર કચેરીએ પહોંચી ત્યારે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે.

મહત્ત્વનું છે કે, ગયા વર્ષે 2024 દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિ થઈ હતી. ખેડૂતોને હજુ પણ તેનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. તેમજ ખેડૂતોના જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનું સાથે ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે.

ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો અને ગરીબ લોકો સામે વારંવાર વિશ્વાસઘાત કરવામાં આવે છે એની પીઠમાં છોરો મારવામાં આવે છે. ત્યારે ગત ચોમાસાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ થયેલો અને એના કારણે લગભગ તમામ ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલા હતા. ત્યારે પણ અમે ખેડૂત રેલી આયોજિત કરેલી કલેક્ટર કચેરીને અમે આવેદન પત્ર આપેલું છે. બાકી એને એની ભાષામાં સમજાવતા અમને બરોબર આવડે છે.

પ્રગતિ આહિરે જણાવ્યું કે, મને તો એવું હતું કે 2022 પછી ખેડૂતોએ કોઈ આંદોલન જ નહીં કરવા પડે. સરકાર અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોના ખેતરનો સર્વે કરાવે છે પણ જ્યારે સહાય દેવાની વાત આવે છે ત્યારે સરકાર આંખ આડા કાન કરી જાય છે. આ સરકારો અધિકારીઓને આગળ કરી અને અધિકારી રાજ લઈ આવે છે અને એ જ ખેડૂતો જ્યારે જમીન માપણી એ લોકોની થઈ છે ત્યારે ખેડૂતોનીમાં સમાન ધરતીના ભાગ થઈ જાય છે.

(3:53 PM IST)