<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ :અઠવાડિયાથી સઘન સારવાર હેઠળ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હોસ્પિટલે જઈને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની ખબર અંતર પૂછી તેઓ જલ્દી સાજા થઇ જાય તેવી શુભ કામના પાઠવી

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : 94 વર્ષિય પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની તબિયત લથડતા તેને સારવાર અર્થે જુનાગઢની ડો. ડી.પી. ચીખલીયાની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 7 દિવસથી તેની સારવાર ચાલી રહી છે. 

 દરમિયાન જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હોસ્પિટલે જઈને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની ખબર અંતર પૂછી  તેઓ જલ્દી સાજા થઇ જાય તેવી શુભ કામના પાઠવી હતી.


 

(10:01 PM IST)