News of Wednesday, 23rd April 2025
કાશ્મીરમાં આતંકી હુમલા સામે સોરાષ્ટ્ર-કચ્છમાં ભભૂકતો આક્રોશ
મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણઃ આતંકવાદને નેસ્તનાબુદ કરવા લોકમાંગ

ધોરાજીમાં મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા- ધોરાજી)(૨.૧૧)
રાજકોટ તા.૨૩: કાશ્મીરમાં થયેલ આતંકવાદી હૂમલા બાદ રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ભારે આક્રોશ વ્પાપી ગયો છે. મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે અને આતંકવાદને નેસ્તનાબુદ કરવા લોકમાંગ કરી છે.
ઉપલેટા
(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટાઃ ગઈકાલે કાશ્મીરમાં ફરવા ગયેલા નિર્દોષ સહેલાણી ઉપર બેરહેમપણે ગોળીઓ વરસાવી અસંખ્ય લોકોને મોતને ઘાટ ઉતારી ઘણાને ગંભીર રીતે ઘાયલ કરવાના આંતકવાદીના હિચકારા કળત્યને ઉપલેટા ભાજપના આગેવાનો નરશીભાઈ મુંગલપરા, જયેશભાઈ ત્રિવેદી, રવિભાઈ માકડીયા, હરિભાઈ ઠુંમર (ભોલે) પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા, મયુરભાઈ સુવા, ગોવિંદભાઈ બારૈયા, રમણીકભાઈ લાડાણી, કિરીટભાઈ પાદરીયા, નિકુલભાઇ ચંદ્રવાડીયા સહિત ના આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી કાઢેલ છે.
જસદણ
(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૭ લોકોનાં મોત થયાં. આ ઘટના મંગળવારે બપોરે ૨.૪૫ વાગ્યે બૈસરન ખીણ વિસ્તારમાં બની હતી. આતંકવાદીઓએ યુપીના સુભમ દ્વિવેદીનું નામ પૂછયું અને પછી તેના માથામાં ગોળી મારી દીધી આ ઘટનાને લઈને જસદણના દેશપ્રેમીઓમા ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે કાશ્મીરના જે સમાચાર છે તે દેશ અને દુનિયામાં ભારે ચિંતાજનક છે આંતકવાદ સામે કેન્દ્રની ભાજપ સરકારએ ભૂતકાળમાં પણ કડક વલણ અપનાવ્યું છે અને હાલ પણ કડક કાર્યવાહી માટે તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે મળતકોના આત્માને શાંતિ અને ઘાયલોને સ્વસ્થ થવા મારી પ્રાર્થના છે દેશના વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને દેશ સહિત અમારો ટેકો છે અને સહાનુભુતી છે અને હુ આ આંતકી હુમલાની કડક નિંદા કરું છું.
ધોરાજી
(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ ધોરાજીના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એન્જોય ગ્રુપ અને બજરંગબલી ગ્રુપના યુવાનો દ્વારા કાશ્મીરમાં આતંકી હુમલામાં નિર્દોષ લોકો પ્રત્યે સંવેલનશીલ અને તમામ મુસાફરોને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ. આ તકે એન્જોય ગ્રુપ અને બજરંગબલી ગ્રુપના યુવાનો દ્વારા હનુમાનજીના મંદિર પાસે મીણબતી પ્રગટાવીને મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ અને રોષભેર જણાવેલ કે આતંકીઓ પર કડક કાર્યવાહી કરવી જોઇએ.(૨.૧૧)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
