તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 23rd April 2025
ઉનાના આંબાવડ ગામના ઉકા બાપા અનોખા વાંચન બંધાણી
આજે વિશ્વ પુસ્તક દિન : સોમનાથમાં વાંચનાલયોના દબદબા હતાઃ પુસ્તકો વધ્યા પણ વાંચકો પીગળતા બરફની જેમ ઘટયા

(ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર૩ :.. મહાન નાટયકાર વિલિયમ શેકસપિયરનો જન્મ તા. ર૩-૪-૧પ૬૪ ના રોજ થયો હતો અને અઢળક સાહિત્ય સર્જયુ હતું. અને પોતાના જન્મની તારીખે પણ વર્ષ બીજુ એટલે કે તા. ર૩-૪-૧૬૧૬ માં તેમનું મૃત્યુ થયું અને યુનેસ્કોએ તેની પુણ્યતિથીએ ‘વિશ્વ પુસ્તક દિન' તરીકે ઉજવવા નકકી કર્યું.
આજે આ દિવસે ગીર-સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આંબાવડ ગામના ખેડૂત ઉકાભાઇ વઘાસીયા (ઉ.વ.૭૮) આ યુગમાં યે અણનમ વાંચક તરીકે ટકી રહ્યા છે. અને વધી રહ્યા છે તેને યાદ કરવા પડે.
ઉકાભાઇ છે તો ખેડૂત અને ભણેલા છે માત્ર ચોપડી પણ ઘરમાં વસાવ્યા છે. પ૦૦૦ થી પણ વધુ પુસ્તકો અને પ૦ જેટલા સામયિકો-મેગેઝીનો આજની તારીખે ય વાર્ષિક લવાજમો ભરી મગાવે છે.
૭૮ વરસના ઉકાબાપા દરરોજ દસ કિલો મીટર ચાલે છે. ઉકાબાપા કહે છે ‘હું સોનુ અને જમીન ખરીદવા કરતાં પુસ્તકો ખરીદવા પસંદ કરૂ છું.
આંબાવડ ગામનું તેનું ખેતર અને ખોરડે કોઇને કોઇ લેખક તેના વિષે સાંભળીને પ્રત્યક્ષ જોવા આવતા હોય છે તો પ્રીન્ટ મીડીયા, ઇલેકટ્રોનીક મીડીયા, સામયિકો, મેગેઝીનોમાં, સાપ્તાહિકોમાં તેના વિષે ખૂબ જ લખાયું છે અને લખાતું રહે છે.
રખે માનતા કે ઉકાબાપા પુસ્તકના સંગ્રાહક છે પણ તેઓએ પુસ્તકો વાંચે પણ છે ધાર્મિક, આધ્યાત્મિક, નવલકથાઓએ બધાય પુસ્તકો વાંચતા પણ રહે છે.
ઉકાબાપા પુસ્તકો ખરીદીને જ વાંચે છે. જીંદગી આખી પરસેવાની કમાણી તેને પુસ્તકો ખરીદવામાં જ ખર્ચી અને ખર્ચે જાય છે. સોમનાથ - પ્રસભા-પાટણમાં એક સમયમાં વાંચન અને લાયબ્રેરીઓનો દબદબો હતો મેઘજી કાનજી નામની લાયબ્રેરી હતી. જયાં લોકો લવાજમ ભરી પુસ્તકો વાંચવા લઇ જતા હાલ વેરાવળ ખાતે બે અને પ્રભાસ-પાટણમાં અહલ્યાબાઇ સોમનાથ મંદિર સંકુલમાં કનૈયાલાલ મુન્શી લાયબ્રેરી છે જયાં બુકસ વાંચક કરતાં ઉજ્જવળ ભવિષ્યની તૈયારી કરવા માટે ર્સ્પધાત્મક પુસ્તકો વાંચનારાઓની આશા અને ઉમ્મીદ સાથે સંખ્યા વધુ દેખાય છે.
આ લાયબ્રેરી છે અને યાત્રિકો લાભ લઇ શકે છે તેવું બોર્ડ પણ દરવાજે કે સીડીના ખૂણે લગાવેલ ન હોવાથી જે હેતુસર સ્થપાણી તે હેતુ સર થતો નથી.
પ્રભાસના સ્વ. શંભુપ્રસાદ દેસાઇએ સોમનાથ અને સૌરાષ્ટ્રનો ઇતિહાસ સહિત અનેકો પુસ્તકો ભાવિ પેઢીના વારસો માટે વાંચકો માટે લખી ચુકયા છે.
ગુજરાતના તે જમાનાના સુપ્રસિધ્ધ સાહિત્યાકાર ગુણવંતરાય આચાર્યે કે જેઓ સૌરાષ્ટ્રના જેતલસરના હતા તેમણે અનેકો પુસ્તકો લખ્યાં છે તેમાં સોમનાથ- વેરાવળને ર્સ્પશતા ‘દરિયાલાલ', ‘હાજી કાસમ તારી વિજળી' આજે ય પણ ચિરંજીવી છે. સોમનાથના મેળામાં યોજાતા પ્રત્યેક ડાયરામાં કવિ-ભકત દુલા કાગ લિખીત ‘કાગવાણી' ના ભજન-સાહિત્ય અવારનવાર ગૂંજતા રહે છે.
ધન્ય સૌરાષ્ટ્ર ધરણીના આલેખન સૌરાષ્ટ્રના લેખકે લખી અમર બનાવી દીધું.
જય વસાવડા, ગૌરીશંકર જોષી ધૂમકેતુની અલી ડોસાની વાત ‘પોષ્ટ ઓફીસ પુસ્તક આજે ય સંભારણારૂપ બન્યું છે. આજે જે કંઇ લાયબ્રેરીઓ છે તેમાં મોટે ભાગે બે આંકડાના ડીઝીટલને વટાવવા ભારે પડે છે.
કારણ કે મોબાઇલમાં ર૪ કલાક ધીસર ધીસર આંગળીઓથી જીવંત સાહિત્ય-દ્રશ્ય સાથે માણી શકાય તો કોણ વાંચવાની તકલીફ લે બચાવ તો એવો પણ થાય છે કે જેઓના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. તો જુનાગઢના ડો. પ્રદ્યુમન ખાચર અને ડો. વિશાલ જોષીએ પણ અનેકો પુસ્તકો લખ્યા છે.
જેમાં ઐતિહાસિક-આધ્યાત્મિક જુનાગઢ ઇતિહાસ સબંધી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
