News of Wednesday, 23rd April 2025
ગોંડલના વેજાગામની સીમમાં જૂગાર રમતા ૪ પકડાયાઃ ૩ શખ્સો ભાગી ગયા
રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ત્રણ બાઇક સહિત ૧.૪૧ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ર૩ :.. ગોંડલના વેજા ગામની સીમમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જૂગાર રમતા શખ્સોને ૧.૪૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે ૩ શખ્સો નાસી છૂટયા હતાં.
ં પ્રોહિ/જુગારની પ્રવળતિઓ નેસ્તનાબુદ કરવા માટે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એચ.સી.ગોહિલની સુચના કરતા તેઓના સીધા માર્ગદર્શન મુજબ એલ.સી.બી રાજકોટ ગ્રામ્ય ટીમ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વીસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા,વકારભાઇ અરબ તથા પો.કોન્સ પ્રકાશભાઇ પરમાર, મેહુલભાઇ સોનરાજએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વેજાગામ ગામની સીમમાંથી જાહેરમાં તીનપત્તીનો નસીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઇસમોને કુલ રૂપિયા ૧,૪૧,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગારધારા મુજબની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ શખ્સોમાં (૧) ધીરુ નનકુભાઈ ખાચર ઉવ.૩૫ રહે. લોઠડા તા.જી.રાજકોટ (૨) મિલન જેન્તીભાઈ અઘેરા ઉવ.૩૫ રહે. વેજાગામ તા.ગોંડલ (૩) મહેન્દ્રસિંહ જયુભા જાડેજા ઉવ.૩૪ રહે.આંબલીયાળા તા.કોટડા સાંગાણી (૪) નાનજી ડાયાભાઈ ગોહેલ ઉવ.૭૧ રહે.વેજાગામ તા.ગોંડલનો સમાવેશ થાય છે. જયારે (૫) ભાવેશ ઉર્ફે ભુરો પાનસુરીયા રહે.વેજાગામ તા.ગોંડલ તથા (૬) હીતેશ નરશીભાઈ મહીડા રહે. વેજાગામ તા.ગોંડલ તથા (૭) પ્રફુલ બાવાજી રહે ગરનાળા તા.ગોંડલ નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
રૂરલ ક્રાઇમ બ્રાંચ : રોકડા રૂપિયા ૩૬,૯૦૦, મોટર સાયકલ નં. ૩ કિ. ૬પ,૦૦૦ ત્થા કબજે કરેલ મુદામાલ મોબાઈલ ફોન નંગ ૩ કિ.રૂ.૪૦,૦૦૦/ નો મુદામાલ કબ્જે કર્યો હતો
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
