તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 23rd April 2025
પોરબંદર જિલ્લામાં તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવા તથા કેનાલ મરામતની કામગીરી

પોરબંદર, તા.૨૩: રાજ્યમાં ચોમાસાના પાણીનો ભુગર્ભ જળ સંચય કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૫ કેચ ધ રેઈન અંતર્ગત તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનુ ડીસીલ્ટીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓમાં થતુ પ્રદુષણ અટકાવવાની કામગીરી તેમજ નદીઓના કાંઠા ઉપર વળક્ષારોપણ કરવું સહિતનાં લોકભાગીદારી અને વિભાગીય રીતે કરવામાં આવનાર છે જે અંતગર્ત પોરબંદર જિલ્લાના સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૫ કેચ ધ રેઈન હેઠળ ૧૯૧ કામો કરવામાં આવશે.
જિલ્લામાં સુજલામ સુફલામ યોજના કેચ ધ રેઈન હેઠળ ૧૯૧ કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જળસંપતિ(ક્ષાર અંકુશ વિભાગ) દ્વારા ચેકડેમ ડીસિલ્ટીંગ અને ડીપનીંગ, ચેકડેમ રીપેરીંગ, જળાશય જાળવણી, જળાશય, તળાવ ડીસીલ્ટીંગ, ડેમ અને નહેર મરામત અને જાળવણી, નહેર ડીસીલ્ટીંગ, નદી મરામત, વોકળાની સાફ સફાઈ સહિતનાં ૬૯ કામો કરવામાં આવશે.
જળસંપતિ (સિંચાઇ પંચાયત વિભાગ) દ્વારા તળાવ ડા અને રીપેર કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, ડીપનિંગ અને રિપેરિંગના ૭૩ કામો કરવામાં આવશે. ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તળાવ ઉંડા કરવા, ૧૪ કામો કરવામાં આવશે તેમજ વન વિભાગ, પોરબંદરના ચેકડેમ ડીસિલ્ટીંગ ૨૭ કામો કરવામાં આવશે અને જાહેર આરોગ્ય વિભાગ (પાણી - પુરવઠા બોર્ડ), પોરબંદર દ્વારા ફીલ્ટર પ્લાન્ટની સફાઇઅને હેડ વર્કસની સફાઈના ૨ કામો કરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા ક્લીનીંગ ઓફ WTP, અને ક્લીનીંગ ઓફ સ્ટ્રીમ વોટર ડ્રેઇનના ૩ કામો કરવામાં આવશે, અને વોટરશેડ વિભાગ દ્વારા નવું તળાવ,ગેબીયન સ્ટ્રક્ચરના ૩ કામો કરવામાં આવશે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
