તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Wednesday, 23rd April 2025
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જામનગરની મુલાકાત દરમિયાન બાલા હનુમાનજી મંદિરે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સાથે શીશ ઝૂકાવ્યું
ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પામેલી અને બ્રહ્મલિન પરમ પૂજ્ય પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત 'શ્રી રામ જય રામ જય જય રામ'ની અખંડ રામધૂનના જાપ વગેરે ની વિસ્તૃત માહિતી મેળવીને અભિભૂત થયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૩ : ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તાજેતરમાં જામનગર શહેરની મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેઓએ પોતાના કાર્યક્રમો પૂર્ણ કરી લીધા બાદ રવિવારે સાંજે જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરે મુલાકાત લીધી હતી, અને ત્યાં ભગવાન શ્રી રામચંદ્ર- લખમણજી અને જાનકીજી ઉપરાંત બાલા હનુમાનજીની પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા. જેઓની સાથે જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જોડાયા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વગેરેએ સંપૂર્ણ બાલા હનુમાનજી મંદિર પરિસરની મુલાકાત લીધી હતી, અને ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પામેલી અને બ્રહ્મલિન પરમ પૂજ્ય પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત 'શ્રી રામ જય રામ જય જય રામ'ની અખંડ રામધૂનના જાપ વગેરે ની વિસ્તૃત માહિતી મેળવીને અભિભૂત થયા હતા.
આ સમયે તેઓની સાથે બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ અન્ય ટ્રસ્ટી ગણમાં કનુભાઈ કોટક, કિરીટભાઈ ભદ્રા, પાર્થભાઈ પંડ્યા, વગેરે પણ જોડાયા હતા.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
