News of Wednesday, 23rd April 2025
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીગ કમિટીની બેઠકમાં રૂપિયા ૫૮ કરોડ ૧૧ લાખના વિવિધ ખર્ચને મંજૂરી
નિર્મણાધીન ફાલાયઓવર બ્રિજમાં સ્ટાર રેટ ચૂકવવામાં વધુ રૂપિયા ૩૩ લાખ ૭૮ હજારના ખર્ચને મંજુર કરાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ :જામનગર મહાનગરપાલિકાની ગઈકાલે મળેલી સ્ટેન્ડીગ કમિટીની બેઠકમાં રૂપિયા ૫૮ કરોડ ૧૧ લાખના વિવિધ ખર્ચને મંજૂરી આપવામાં આવી જ્યારે શહેરના નિર્મણાધીન ફાલાયઓવર બ્રિજમાં સ્ટાર રેટ ચૂકવવામાં વધુ રૂપિયા ૩૩ લાખ ૭૮ હજારના ખર્ચને મંજુર કરાયો હતો. જ્યારે અંબર સિનેમા તરફના સ્લોપ ને હાલ પૂરતો મુલત્વી રાખવા નિર્ણય લેવાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમીશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમીશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે હાજર રહૃાા હતા.
સાત રસ્તા સર્કલથી દિગઝામ સર્કલમાં સેન્ટ્રલ લાઈટીંગ સ્ટ્રેન્ધનીંગ વર્ક અન્ય સ્થળે ફેરબદલ કરવા અંગે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને હવે આ કામ રોઝી પેટ્રોલ પંપથી સત્યમ કોલોની અન્ડર બ્રિજ સુધી કરવામાં આવશે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
