News of Wednesday, 23rd April 2025
જૂનાગઢમાં ક્રિકેટ મેચ પર સટો ખેલતો શખ્સ મોબાઈલ સાથે પકડાયો
કબ્રસ્તાન પાછળ જાહેરમાં જુગાર રમતા ૨ શખ્સ ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૩: જૂનાગઢમાં ક્રિકેટ મેચ પર સટો ખેલતો શખ્સને પોલીસે મોબાઈલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરી હતી.
જૂનાગઢમાં લોઢીયા વાડી પાસે આવેલ ગુણાતીત સોસાયટીમાં રહેતો મિલન કિશોર ખંઢેરીયા નામના શખ્સને એ ડિવિઝન પોલીસે માલીવાડા રોડ પરથી મોબાઈલ ફોનમાં ઓનલાઇન આઈડી દ્વારા આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતો અને ઓનલાઇન કસીનોમાં જુગાર રમતો પકડી લીધો હતો.
પોલીસે શખ્સ પાસેથી રૂપિયા ૧૪૦ની રોકડ તેમજ રૂપિયા ૧૦,૦૦૦નો મોબાઈલ ફોન કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જ્યારે અન્ય એક કાર્યવાહીમાં પોલીસે દાતા રોડ પર આવેલ કબ્રસ્તાનની પાછળ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ નીચે જાહેરમાં જુગાર રમી રહેલ
આમીર ઇકબાલભાઇ કુરેસી અને હનીફ ઇમ્તીયાજભાઇ શેખને રૂપિયા ૧,૧૧૦ ની રોકડ રકમ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. (રર.૮)
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
